સંતરામપુરના ગોઠીબડા ગામે આગ લાગતા મકાન બળીને ખાખ થતાં મકાન માલિકને હજારોનું નુકશાન

Editor Dahod Live
1 Min Read

ઇલ્યાસ શેખ @ સંતરામપુર 

સંતરામપુર તા.04

સંતરામપુર તાલુકાના ગોઠીબડા ગામે આગ લાગતા મકાન બળીને ખાખ થયું

સંતરામપુર તાલુકાના ગોઠીબડા ગામે અચાનક આગ લાગતા ગરીબ ખેડૂત મકાન બળીને ખાખ થઇ ગયું હતું.સુકી દેવી ફળિયામાં રહેતા સુખાભાઈ મોતીભાઈ ખાટ પોતાના ખેતરની અંદર કામ કરતા હતા.તેમના પરિવાર સાથે અચાનક તેમના ઘરના અંદર આકસ્મિક આગ લાગતા ઘરમાં ચીજવસ્તુઓ દાગીના રકમ અનાજ કપડાં વગેરે વસ્તુ બળીને ખાખ થઈ ગયો હતો. આગ લાગતા આજુબાજુના ગ્રામજનો દોડી આવ્યા હતા.આગને બુઝાવવા માટે સતત પ્રયાસો ચાલુ રાખ્યા હતા. આગ કાબુમાં ન આવતા સંતરામપુર નગરપાલિકામાંથી ફાયર ફાઈટર આગ બુઝાવવામાં આવી હતી.ગરીબ ખેડૂત પરિવારને આકસ્મિક બનાવ બનતા તમામ વસ્તુઓ બળીને ખાખ થઇ જતા ખેડૂત ઉપર ભારે આફત આવી હતી ગોઠીબડા ગામના જિલ્લા પંચાયત ચૂંટાયેલા સભ્ય દશરથ બારીયા તાત્કાલિક દોડી આવ્યા અને આ ખેડૂત પરિવાર નહીં પોતાનામાંથી પાંચ હજાર રોકડ રકમ અને જીવનજરૂરી વસ્તુઓ તાત્કાલિક આપી હતી ગરીબ પરિવારને આશીર્વાદરૂપ સાબિત થયું હતું

Share This Article