રાજેશ વસાવે :-દાહોદ
લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪
લોકસભા સામાન્ય ચૂંટણીને ધ્યાને રાખી ૧૦૪૫ મહિલા પોલીંગ ઓફિસર્સ સ્ટાફને અપાઈ તાલીમ
ઈજનેરી કોલેજ દાહોદ ખાતે પ્રાંત અધિકારીશ્રી નિલાંજસા રાજપૂતએ તાલીમ વર્ગની મુલાકાત લઈ આપ્યું માર્ગદર્શન
દાહોદ તા. ૨૮
દાહોદ જિલ્લામાં આગામી તા.૭મી મે, ૨૦૨૪ ના રોજ યોજાનારી લોકસભા સામાન્ય ચૂંટણીઓ સંદર્ભે થનારી મતદાનની કામગીરી સુચારું રીતે પાર પડે તે માટે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને જિલ્લા કલેક્ટર શ્રી યોગેશ નિરગુડેનાં માર્ગદર્શન હેઠળ ચૂંટણીલક્ષી વિવિધ કામગીરી સાથે સંકળાયેલા અધિકારીઓ-કર્મચારીઓને તેમની ફરજના ભાગરૂપે તબક્કાવાર તાલીમનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
ચૂંટણીની તૈયારીઓના ભાગરૂપે સરકારી ઈજનેરી કોલેજ દાહોદ ખાતે મહિલા પોલીંગ સ્ટાફની તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમ દરમિયાન પ્રાંત અધિકારી સુશ્રી નીલાંજસા રાજપૂતએ તમામ વર્ગોમાં જઈને મતદાન સમયે ફરજ પર કાર્યરત મહિલા પોલીંગ સ્ટાફે કેવા પ્રકારની કામગીરી કરવાની રહેશે તેની વિગતો સાથેની જાણકારી આપવામાં આવી હતી.
પ્રથમ તબક્કાના આ તાલીમવર્ગમાં માસ્ટર ટ્રેનર્સ દ્વારા પ્રિ-પોલ, પોલ-ડે અને આફ્ટર પોલ, EVM, VVPAT, રિસીવીંગ-ડિસ્પેચીંગ સહિતની તબક્કાવાર તમામ પ્રકારની કામગીરી અંગે પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન દ્વારા જરૂરી જાણકારી સાથે સમજ અપાઇ હતી. તદ્ઉપરાંત તમામને EVM, VVPAT અંગે હેન્ડસ ઓન ચૂંટણીલક્ષી કામગીરી સબબ જાણકારી સાથે પ્રત્યક્ષ પ્રેક્ટીકલ નિદર્શન દ્વારા વિસ્તૃત માર્ગદર્શન પણ પુરૂ પડાયું હતું. આ ચૂંટણીમાં મતદાન વખતે મતદારે ફોટો વોટર સ્લીપની સાથો સાથ ચૂંટણીપંચે સૂચવેલ વૈકલ્પિક અન્ય ૧૨ દસ્તાવેજી પુરાવાઓ પૈકી કોઇ એક પુરાવો પણ હવે રજૂ કરવાનો રહેશે તેની પણ સમજ અપાઇ હતી. ચૂંટણી ફરજ ઉપરના અધિકારીશ્રીઓ/કર્મચારીઓને પોસ્ટલ બેલેટ-ઇડીસી દ્વારા મતદાન અંગે પણ માહિતગાર કરાયાં હતાં.
લોકસભાની ચૂંટણી દરમ્યા ન પોલીંગ સ્ટાાફ જેવા કે પ્રિસાઇડીંગ ઓફીસર, પોલીંગ ઓફીસર, મહિલા પોલીંગ સ્ટાંફ ચૂંટણી ફરજ બજાવશે. સરકારી ઈજનેરી કોલેજ દાહોદ ખાતે આયોજીત આ તાલીમમાં તમામ મહિલા પોલીંગ સ્ટાબફને વિષય તજજ્ઞો દ્વારા તાલીમબધ્ધહ કરવામાં આવ્યા હતા. લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ દાહોદ સરકારી ઇજનેરી કોલેજ ખાતે ચૂંટણી ફરજમાં રોકાયેલા આશરે ૧૦૪૫ મહિલા પોલીંગ સ્ટાફની તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મદદનીશ ચૂંટણી અધિકારીશ્રીઓ તેમજ માસ્ટર ટ્રેનર્સ અને વિષય તજજ્ઞો દ્વારા મહિલા પોલીંગ સ્ટાદફને થીયરી અને પ્રેક્ટિકલ તાલીમ આપવામાં આવી હતી.
આ તાલીમ દરમિયાન દાહોદ મામલતદાર શ્રી મનોજ મિશ્રા સહિત નાયબ મામલતદાર શ્રીઓ અને મહિલા પોલીગ ઓફિસરએ- તાલીમમાં ભાગ લીધો હતો .
૦૦૦