ઈલિયાશ શેખ :- સંતરામપુર
આચાર સહિતાનું ઉલંઘન:સંતરામપુર-સંજેલીમાં રાજકીય પક્ષોના ચિત્રો જોવાતા આશ્ચર્ય.!!
સંતરામપુરના રાયણીયામાં તેમજ સંજેલી ગુરુ ગોવિંદ ચોકની સામે રાજકીય પક્ષના ચિત્રો જોવા મળ્યાં.
સંજેલી તા.25
સંતરામપુરના રાયણીયા માં રોડ પર દુકાનની દીવાલ પર રાજકીય પક્ષોના ખુલ્લેઆમ ચિત્રો જોવા મળ્યા હતાં .તેમજ દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં માંડલી રોડ ગુરુ ગોવિંદ ચોકની સામે આવા રાજકીય પક્ષના ચિત્રો જોવા મળી રહ્યા છે.
સંજેલી નગરના માંડલી ચોકડી રોડ ઉપર જાહેર શૌચાલય પર તેમજ સંતરામપુર તાલુકાના રાયણીયા ગામે આવા રાજકીય પક્ષના ચિત્રો જોવા મળી રહ્યાં છે ત્યારે દાહોદ જિલ્લા તેમજ મહીસાગર ચુંટણી વિભાગ દ્વારા આ મામલે ગંભીરતા દાખવી આચાર સંહિતાનો અમલ થાય તે માટે આવા ભીત ચિત્રો સહિત વિગેરે સામગ્રી દુર કરવામાં આવે તે ખુબજ જરૂરી છે.
લોકસભાની ચૂંટણી જાહેર થતા ની સાથેજ આચાર સંહિતા લાગુ થતાં દરેક જિલ્લા, તાલુકા, ગામ કે કોઈ પણ જગ્યાએ કોઈ પણ રાજકીય પક્ષોનો હોડિંગ્સ, બેનર, ઝંડા કે બોર્ડ હોય તે દૂર કરવાની સૂચના આપવામાં આવી હતી જોકે સંજેલી તાલુકા સહીત સંતરામપુર તાલુકાના રાયણીયા માં આચાર સંહિતાનો અમલ થતો હોય તેવું લાગતું નથી હજી પણ અમુક જગ્યાએ ચિત્રો હોવાથી આચારસંહિતાનો ભંગ કરેલ જણાઈ આવે છે જેમાં સંજેલી તાલુકાના માંડલી ચોકડી પર માંડલી રોડ ગુરુ ગોવિંદ ચોક વિસ્તારોમાં રાજકીય પક્ષના ભીત ચિત્રો જોવા મળી રહ્યાં.રાજકીય પક્ષનો સિમ્બોલ સાથે ચિત્રો જોવામાં મળે છે. આવા ચિત્રો જે આજદિન સુધી હટાવવામાં આવેલું નથી જે તંત્ર દ્વારા ધ્યાન દોરવામાં આવેલ નથી.સંજેલીમાં આચારસંહિતાનું અમલીકરણમાં ચુક થઇ હોય તેમ લાગી લાગી રહ્યું છે.ત્યારે આ બાબતે સંતરામપુર તાલુકા તેમજ સંજેલી તાલુકા ચૂંટણી તંત્ર ક્યારે આળસ પુરી કરી રાજકીય પક્ષોના ચિત્રો દૂર કરે છે કે નહિ તે હવે જોવાનું રહ્યું.