ફતેપુરા આર્ટસ કોલેજમાં નવીન ઓરડાઓનું ભૂમિ પૂજન તેમજ વાર્ષિક મહોત્સવ ઉજવાયો

Editor Dahod Live
1 Min Read

બાબુ સોલંકી :- સુખસર 

ફતેપુરા આર્ટસ કોલેજમાં નવીન ઓરડાઓનું ભૂમિ પૂજન તેમજ વાર્ષિક મહોત્સવ ઉજવાયો

દાહોદ લોકસભાના સાંસદ જશવંતસિંહ ભાભોરની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજવામાં આવ્યો

‌‌સુખસર,તા.11 

 આજ રોજ શ્રી ગુજરાત રાજ્ય અખિલ ગ્રામ્ય કબીર વિકાસ મંડળ દાસા સંચાલિત આર્ટસ કોલેજ ફતેપુરા મુકામે નવીન ૮ ઓરડા ઓનું ભૂમિપૂજન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.તેમજ આર્ટસ કોલેજ ખાતે વાર્ષિક મહોત્સવ ૨૦૨૪ કાર્યક્રમ યોજાઇ ગયો.જેમાં ઉપસ્થિત દાહોદ જિલ્લાના લોકલાડીલા સાંસદ જશવંતસિંહ ભાભોર તેમજ ફતેપુરા વિધાનસભાના ધારાસભ્ય રમેશભાઈ કટારા,દાહોદ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના  પ્રમુખ શંકરભાઈ આમલીયાર , તાલુકા પંચાયતના પ્રમુખ, કાર્યકર્તાઓ ચુનીલાલ ચરપોટ,પૂર્વ જિલ્લા પંચાયતના સભ્ય ડોક્ટર અશ્વિનભાઈ પારગી,આર્ટસ કોલેજ ફતેપુરાના આચાર્ય ચરપોટ,તાલુકા પંચાયત સભ્યો,જિલ્લા પંચાયત સભ્યો, સંગઠન પાર્ટીના વરિષ્ઠ હોદ્દેદારો, કાર્યકર્તાઓ,તમામ મોરચાના હોદ્દેદારો, સરપંચો,તેમજ કોલેજના અધ્યાપકો, શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓની ઉપસ્થિતિ રહ્યા હતા.

કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું.તેમજ કોલેજમાં વિવિધ ક્ષેત્રે નામના મેળવનાર વિદ્યાર્થીઓનું મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું.

Share This Article