
રાહુલ ગારી :- ગરબાડા
જેસાવાડામાં કડીયા કામ કરતા મજૂરો માટે અન્નાપૂર્ણા યોજના અંતગ્રત રૂપિયા પાંચમાં પૌષ્ટિક ભોજન સુવિધાનું લોકાર્પણm
કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખ મયુરભાઈ ભાભોર મામલતદાર શીલાબેન નાયક સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા..
ગરબાડા તા. ૧૧
ગરબાડા તાલુકાના જેસાવાડા મેન બજાર ગ્રામ પંચાયત ખાતે ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ,ગુજરાત(શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ) દ્વારા કડિયા નાકાનું લોકાર્પણ ગરબાડા ધારાસભ્ય મહેન્દ્રભાઈ ભાભોરના વરદ હસ્તે તા ૧૧/૦૩/૨૦૨૪ સોમવારના રોજ ૯ કલાકે શુભારંભ કરવામાં આવ્યો હતો જેમાં દરરોજ બાંધકામ શ્રમિકોને તેમજ તેમના પરિવારને શ્રમિક અન્નપૂર્ણા યોજના અંતર્ગત રૂપિયા.5/- માં પૌષ્ટિક જમવાનું મળશે જેથી જેઓએ ઘરે થી ઇ-નિર્માણ કાર્ડ અથવા આધાર કાર્ડ તેમજ ભોજન લેવા માટે ખાલી ટિફિન લઈને આવાનું રહશે હાલ ગરબાડા તાલુકામાં પ્રથમ વાર અન્નપૂર્ણા યોજના અંતર્ગત માત્ર પાંચ રૂપીયામાં પૌષ્ટિક યોજનાની શરૂઆત થતા ગરીબ અને મધ્યમ વર્ગના કડીયા કામ કરતા પરિવારોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.
આ વેળાએ ધારાસભ્ય મહેન્દ્રભાઈ ભાભોર,જેસાવાડા સરપંચ,ગરબાડા મામલતદાર તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.