
રાહુલ ગારી :- ગરબાડા
ગરબાડામા પાણીની લાઈનમાં ભંગાણ સર્જાતા સમારકામ કરવા ગયેલા પંચાયત કર્મીઓ ચોક્યાં..
બાળકોમાં એનિમિયા અટકાવવા અપાતી એક્સ્પાયરી ડેટવાળી સીરપો કોતરમાં તરતી જોવાતા આશ્ચર્ય..
બાળકોમા વિતરણ ન થયેલી એક્સપાયરી ડેટ વાળી સીરપ જાહેરમાં ફેંકી દેવાઈ..
ગરબાડા તા.29
ગરબાડા તાલુકા પંચાયત ની પાસે આવેલા કોતરમા આયર્ન ફોલિક એસિડની સિરપની અસંખ્ય બોટલો બાળકોને પીવડાવવા માટે ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવે છે તે પાણીમાં ફેંકી દીધેલી હાલતમાં જોવા મળી હતી. હું પોષિત બાળકોનો વિકાસ થાય તે હેતુથી ગુજરાત સરકાર દ્વારા આયર્ન ફોલિક એસિડ ની સિરપો આપવામાં આવે છે તે બોટલો ગરબાડા તાલુકા પંચાયત ની પાસે આવેલા કોતરમાં ફેંકી દીધેલી હાલતમાં આજે જોવા મળી હતી. ગ્રામ પંચાયતના કર્મચારીઓ આજે પાણીની લાઈનમાં પંચર પડતા ત્યાં રીપેરીંગ કરવા ગયા હતા ત્યાં અમુક વિસ્તારમાં સફેદ પાણી જોવા મળ્યું હતું. ત્યાં તપાસ કરતા દવાની બોટલો પાણીમાં ધરતી દેખાય હતી. પાણી માટે બોટલ કાઢી તપાસ કરતા તેના પર ગુજરાત સરકાર દ્વારા એવું લખવામાં આવ્યું હતું. આ કોતરના પાણીમાં આયર્ન ફોલિક એસિડ ની બોટલો કોણ ફેંકી ગયું એ તો તપાસનો જ વિષય છે પરંતુ આ કોતરમાં થઈને ગરબાડા નગરને પીવાનું પાણી આપતી લાઈનો પણ પસાર થાય છે. ત્યાંથી જ આવી અસંખ્ય બોટલો ફેંકી દેવાયેલી હાલતમાં મળતા આ બોટલો માં ની દવાજો પીવાના પાણી માં ભળી જાય તો લોકોના આરોગ્ય જોખમમાં મૂકાય જાય તેની જવાબદારી કોણ લેશે.જેને પણ આ સરકારી દવા કોતરમાં ફેંકી તેની તપાસ કરી કાર્યવાહી થવી જોઈએ.