વિકસિત ભારત સંકલ્પ યાત્રા :- દાહોદ જિલ્લો
તા.૩૦ મી નવેમ્બરે દાહોદ ઝાલોદ લીમખેડા ફતેપુરા અને ધાનપુર તાલુકાના ગામોમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા ભ્રમણ કરશે
દાહોદ તા.૨૯
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ તા.૧૫ મી નવેમ્બર ‘જનજાતીય ગૌરવ દિવસ’ થી આરંભરાયેલી રથયાત્રા સરકારની તમામ જન કલ્યાણકારી યોજનાઓ ઘર-ઘર સુધી પહોંચાડીને વંચિત લાભાર્થીઓને આવરી લેતી સો ટકા લક્ષ્યાંક હાંસલ કરવાના નિર્ધાર સાથે આ યાત્રા ગામડાઓમાં ઠેર-ઠેર ભ્રમણ કરી રહી છે. ત્યારે “વિકસિત ભારત સંકલ્પ યાત્રા”નો જાગૃતિ સંદેશ અને લાભો ગ્રામીણ સુધી પહોંચાડવા વિવિધ કાર્યક્રમો યોજાઇ રહ્યા છે.
દાહોદ તાલુકાના દશલા અને વડબારા, ઝાલોદ તાલુકાના રાજપુર અને કોંકસાકેસર, ધાનપુર તાલુકાના ભાણપુર અને કાકડખીલા, લીમખેડા તાલુકાના પાડા અને નાનીવાસવાણી અને ફતેપુરા તાલુકાના જલાઇ અને ભીચોર ગામોમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા ના કાર્યક્રમ યોજાશે.
દાહોદ જિલ્લામાં જિલ્લા કક્ષાના નોડલ અધિકારીશ્રી નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી, તાલુકા કક્ષાએ સંકલ્પ યાત્રાના મોનીટરીંગ સંકલન તેમજ અન્ય તમામ આનુંસંગિક કામગીરી સંબધિત તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ અને મામલતદારશ્રીઓ એકબીજાના સંકલનમાં રહીને સુવ્યવસ્થિત રીતે આ કામગીરી કરવામાં આવી રહી છે. જિલ્લાની તમામ ગ્રામ પંચાયતોને આવરી લેતી આ યાત્રામાં રથો તેના નિયત રૂટ મુજબ પરિભ્રમણ કરી રહ્યાં છે અને વિકસિત ભારત સંકલ્પ યાત્રા હેઠળ જિલ્લાના અંતરિયાળ વિસ્તારના જન-જન સુધી સરકારની વિવિધ યોજનાઓની માહિતી પહોંચાડવામાં આવી રહી છે. જેના થકી લોકો સરકારની વિવિધ યોજનાઓનો લાભ લેવા પ્રેરિત થઇ રહ્યાં છે.
૦૦૦