સંતરામપુરના રિછડી તળાવમાં હજારોની સંખ્યામાં માછલીઓના મરણ થતાં ભયંકર રોગચાળો ફાટી નીકળવાની ભીતિ સેવાઇ..

Editor Dahod Live
2 Min Read

 ઇલ્યાસ શેખ @ સંતરામપુર 

સંતરામપુર પાસે આવેલા રિછડી તળાવમાં હજારોની સંખ્યામાં માછલીઓ ના મરણ
માછલીઓમાં થયેલા મરણમાં ભયંકર રોગચાળાની ભીતિ સેવાઇ…..

સંતરામપુર તા.17

માછલીઓ માં રોગચાળો ફાટી નીકળ્યો તેનું સાચું કારણ જાણી શકાયું નથી…
સરકારી તંત્ર ની ઘોર બેદરકારી થી મત્સ્યોદ્યોગ માં કામ કરતા લોકોમાં ભારે નુકસાન ની ભીતિસેવાઈ સંતરામપુરના તળાવમાંથી દરરોજ સિત્તેર થી એંસી મળ જેટલી માછલી ઓના મૃત્યુ થતાં ખેડૂતો ચિંતામાં

        મહીસાગર જિલ્લાના  સંતરામપુર પાસે આવેલા રિછડી તળાવ ખુબજ મોટું તળાવ છે આ તળાવમાં બારેમાસ પાણી રહે છે જેને કારણે અહીં મોટા ભાગે માછલીઓ નો ઉછેર કરવામાં આવે છે ત્યારે અહીંના ખેડૂતો માટે આ માછલી ઓ રોજગાર નું મધ્યમ છે પરંતુ હાલમાં એકાએક આ માછલી ઓ તળાવ ની અંદર અને બહાર હજારો ની સનખ્યામાં મરી જતા ગામલોકો ઉપર મોટી આફત ના વાદળ ઘેરાયેલા છે

     સ્થાનિક ખેડૂત માનાભાઈ ખાંટ નું કહેવું છે કે સરસળ મંડળી આધારિત લલકપૂર ગામ પાસે આવેલા રિછડી તળાવમાં હજારોની સંખ્યામાં માછલીઓ મરી રહી છે અને એક અંદાજ મુજબ સીત્તેર થી એસી કિલો જેટલી માછલીઓ દરરોજ મરી જાય છે ત્યારે અમો એ ગામના સરપંચ અને તલાટી ને આ બાબતની જાણ કરતાં તેમને પણ ટી.ડી.ઓ.શ્રી ને જાણ કરી તપાસ કરવામાં આવશે તેવું જણાવેલ

      આ લખાય છે ત્યારે કાળઝાળ ગરમીમાં તળાવમાં રહેલી માછલી ઓ માં કયો રોગ થયો છે એને શા કારણે આટલી મોટી સંખ્યામાં માછલી ઓ મૃત્યુ પામી છે તેનું રહસ્ય હજીપણ અકબંધ છે ત્યારે જોઈએ સરકાર ના માણસો કેવું કામ કરે છે તે તો આવનાર સમય જ નક્કી કરશે.

Share This Article