સંતરામપુરમાં મેઇન બજારમાં લોકડાઉનના ઉલ્લંઘન બદલ હાર્ડવેરની બે દુકાનોને સીલ મારતું નગરપાલિકા તંત્ર: વેપારી આલમમાં ફફડાટ ફેલાયો

Editor Dahod Live
1 Min Read

ઇલ્યાસ શેખ @ સંતરામપુર 

સંતરામપુર તા.15

સંતરામપુર નગરમાં બે હાર્ડવેરની દુકાન સીલ કરાઈ

સંતરામપુર નગરમાં નગરપાલિકા દ્વારા મેઇન બજારમાં બફર જોન વિસ્તાર અને લોકડાઉન  દરમિયાન જાહેરનામાનો ભંગ કરતા સંતરામપુરના બંને હાર્ડવેરના વેપારી અપાચે હાર્ડવેર શ્રીજી ટ્રેડર્સ મળી  બન્ને વેપારીઓએ બંધ બારણે ગ્રાહકોની માલસામાનના આપીને ધંધો વેપાર કરતા હતા. આ વિસ્તારની અંદર જાહેરનામું ભંગ કરીને બંને વેપારીઓ સામે નગરપાલિકાના ચીફ ઓફિસર અચાનક દુકાન ઉપર પહોંચી જતા અને વેપાર કરતા પકડાઈ જતા બન્ને વેપારીઓએ કાયદેસરની કાર્યવાહી અને દુકાને સીલ મારી દેવામાં આવી હતી.ત્યારે  અન્ય કેટલાક વેપારીઓ જાહેરનામાનો ભંગ કરીને લોકડાઉનમાં પણ ધંધો વેપાર કરતા હતા.અગાઉ પણ કેટલાક વેપારીઓ બંધ ધંધો વેપાર અને જાહેરનામાનો ભંગ કર્યો હતો સંખ્યાબંધ દુકાનોમાં અગાઉ પણ સીલ મારવામાં આવી હતી સંતરામપુરની મેઇન બજારમાં હાર્ડવેરની દુકાન સીલ કરતા અન્ય વેપારીઓ વ્યાપક ફફડાટ જોવા મળ્યો હતો.

Share This Article