
યાસીન ભાભોર :- ફતેપુરા
ફતેપુરા બાયપાસ રોડ પર સરકારી વિજ્ઞાન શાળા પાસે રોડસાઇડ રોમિયોનો આતંક: શાળાની વિદ્યાર્થીનીઓની સલામતી જોખમમાં…
ફતેપુરા તા.10
ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા ખાતે બાયપાસ રોડ ઉપર ફતેપુરા નગરની સરકારી વિજ્ઞાન શાળા આવેલી છે.આ શાળા માં અભ્યાસ કરતી ફતેપુરા નગરની તેમજ આજુબાજુ ની વિદ્યાર્થીની આ શાળાએ આવવા અને જવા માટે બાયપાસ રસ્તા નો ઉપયોગ કરે છે ત્યારે આ શાળા શરૂ થવાના સમયે તેમજ રિશેષના સમયે અને શાળા છૂટવાના સમયે આ રસ્તાઓ ઉપર રોડ સાઈડ રોમિયાઓનો ભારે આતંક જોવા મળી રહ્યો છે.આવા સમયે આ રોડ સાઈડ રરોમીયાઓ પોતાના વાહનો લઈને પૂર ઝડપે અહીંથી પસાર થાય છે અને ૧૦ થી ૧૫ મિનિટ સુધીમાં અહીથી વારંવાર પસાર થયા કરે છે જેના પગલે આ રસ્તેથી પસાર થતી વિદ્યાર્થીનીઓની સલામતી જોખમવાની ભિતી ઓ સેવાઈ રહી છે.