દાહોદ તાલુકાના રેંટિયા ગામે લંપટ યુવકની કરતુંત:36 વર્ષે મહિલાને રસ્તામાં રોકી તું મારી સાથે બોલતી કેમ નથી તેમ કહી છેડતી કરી.

Editor Dahod Live
2 Min Read

દાહોદ તાલુકાના રેંટિયા ગામે લંપટ યુવકની કરતુંત:36 વર્ષે મહિલાને રસ્તામાં રોકી તું મારી સાથે બોલતી કેમ નથી તેમ કહી છેડતી કરી.

કીરતી દરમિયાન યુવતીને માર મારતા બુમાબુમ દરમિયાન સ્થાનિક લોકો દોડી આવતા યુવકે દોટ મૂકી.

દાહોદ તા.૦૭

દાહોદ તાલુકાના રેટીયા ગામે એક ૩૬ વર્ષિય મહિલાને એક યુવક દ્વારા રસ્તામાં રોકી મારી સાથે બોલતી કેમ નથી ? તેમ કહી મહિલાની છેડતી કરી તેમજ મહિલાને ગડદાપાટ્ટુનો માર મારી શરીરે ઈજાઓ પહોંચાડતાં મહિલાએ બુમાબુમ કરી મુકતા આસપાસના લોકો દોડી આવતાં યુવક નાસી ગયાનું જાણવા મળે છે.

ગત તા. ૨૭મી સપ્ટેમ્બરના રોજ દાહોદ તાલુકામાં રહેતી એક ૩૬ વર્ષિય પરણિતા પોતાના ગામમાં એક વ્યક્તિના ઘરે ભગવાન ગણેશજીની મુર્તિની સ્થાપના કરેલ હોય રાત્રીના આઠ વાગ્યાના સમયગાળા દરમ્યાન મહિલા ભગવાન ગણેશજીની આરતી ઉતારવા ગયાં હતાં જ્યાંથી પરત ચાલતાં પોતાના ઘરે આવી રહ્યાં હતાં તે સમયે રસ્તામાં દાહોદ તાલુકાના રેટીયા ગામે ટોળકી ફળિયામાં રહેતો વિશાલભાઈ હસુભાઈ બિલવાળનાએ મહિલાને રસ્તામાં રોકી મહિલા પાસેથી તેણીની મોબાઈલ ફોન લઈ બેફામ ગાળો બોલી કહેવા લાગેલ કે, આ મોબાઈલ ફોનનો પાસવર્ડ ક્યો છે ? તું મારી સાથે વાત કેમ નથી કરતી ? તેમ કહી મહિલાનો મોબાઈલ ફોન તોડી નાંખ્યો હતો અને મહિલાને ગડદાપાટ્ટુનો માર મારી શરીરે ઈજાઓ પહોંચાડી હતી. મહિલાએ બુમાબુમ કરી મુકતા ઉપરોક્ત ઈસમ નાસી ગયો હતો.

આ સંબંધે છેડતીનો ભોગ બનેલ મહિલાએ દાહોદ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

———————————

Share This Article