ગુજરાત-મધ્ય પ્રદેશ ખંગેલા ચેકપોસ્ટ પર યુપીના મજુરો દ્વારા પોલિસ પર પથ્થરમારો:લકઝરીબસો, પોલીસની ગાડીઓમાં તોડફોડ:ચારથી પાંચ પોલિસકર્મી ઈજાગ્રસ્ત

Editor Dahod Live
1 Min Read

જીગ્નેશ બારીયા@ દાહોદ

દાહોદ તા. 03

ગુજરાત મધ્ય પ્રદેશ ખંગેલા ચેકપોસ્ટ પર યુપીના મજૂરો એ દાહોદ પોલિસ પર પથ્થરમારો કરતા અફરાતફરીનો માહોલ છવાઈ જવા પામ્યો છે. આ પથ્થરમારામાં પોલીસની 2 ગાડીઓ તેમજ કેટલીક લકઝરી બસોના કાચ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ પથ્થરમારામાં કેટલાક મુસાફરોને ઈજાઓ પણ પહોંચવા પામી છે. ત્યારે પોલીસે જવાબી કાર્યવાહીમાં તોફાની તત્વોને  વિખેરવાની કોશિશ કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે યુપીના મજૂરો દ્વારા પથ્થરમારો કરતા ગુજરાત પોલીસનો બચાવ કરવાની જગ્યાએ મધ્યપ્રદેશ પોલીસ મૂકપ્રેષકની જેમ તમાશો જોઈ રહી હતી જે ખરેખર નિંદનીય છે.આ ઘટનામાં ચાર થી પાંચ પોલીસ કર્મીઓને ઇજા થઇ હોવાનું પણ જાણવા મળે છે

 

Contents
Share This Article