Asp ના માર્ગદર્શનમાં સ્થાનિક પોલીસ જુગારધામ પર પહોંચતા જુગારીયાઓમાં દોડધામ..
દાહોદ નગરાળા ગામે ખુલ્લામાં ધમધમતા જુગારધામ પર પોલીસ ત્રાટકી:5 જુગારીયા ઝડપાયા,1 ફરાર..
9 બાઈકો,5 મોબાઈલ તેમજ રોકડ મળી 3.22 લાખનો મુદામાલ કબ્જે લેવાયો..
દાહોદ તા.16
દાહોદ તાલુકાના નગરાલા ગામે ખુલ્લી જગ્યામાં જુગાર ધમધમતો હોવાનો ઇનપુટ ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક કે. સિધ્ધાર્થને મળતા તેઓના નિર્દેશનમાં દાહોદ ગ્રામ્ય પોલીસે દરોડો પાડતા જુગારીઓમાં નાસભાગના દ્રશ્યો સર્જાયા હતા.જોકે પોલીસે દરોડા દરમિયાન 5 જુગારીઓને રંગેહાથે ઝડપી 17,000 ઉપરાંતની રોકડ રકમ મોબાઈલ ફોન તેમજ મોટરસાઇકલ મળી 3.22 હજારના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા.જયારે એક જુગારીયો પોલીસને ચકમો આપવામાં સફળ થતા પોલીસે તેના ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર હાલ શ્રાવણ માસ ચાલતો હોય દાહોદ પંથકમાં જુગારની બદીને કડક રીતે ડામી દેવા પોલીસ દ્રારા જરૂરી કાર્યવાહીઓ હાથ ધરવામાં આવી રહી છે.તે દરમિયાન દાહોદના ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક કે સિધ્ધાર્થને બાતમી મળી હતીકે દાહોદ તાલુકાના નગરાલા ગામે કેટલાક લોકો ટોળુ વળીને જુગાર રમી રહ્યા છે તેવી બાતમીના આધારે ઇન્ચાર્જ પોલીસ અધિક્ષકના માર્ગદર્શનમાં દાહોદ ગ્રામ્ય પોલીસે દાહોદ તાલુકાના નગરાલા ગામે ખુલ્લામાં ધમધમતા જુગારધામ પર દરોડો પાડી સાજીદ વાહીદ અડવાલ,રહેવાસી મોટા ઘાંચીવાડા, સોહેલ શબ્બીર સાજી, રહેવાસી જુનાવણકરવાસ, મહેશ મનુ સંગાડિયા, રહેવાસી નગરાલા સંગાડિયા ફળિયું, દીતીયા સુરસીંગ ગુંડીયા, રહેવાસી રળીયાતી તળાવ સાંગા ફળીયા, તેમજ કરસન બદીયા તાવીયાડ, રહેવાસી રળીયાતી સાંગા તળાવ ફળિયું, ને ઝડપી અંગઝડતી તેમજ દાવ પરથી 17,200 ની રોકડ રકમ 25,000રૂપિયાના 5 મોબાઈલ ફોન તથા 2.50 લાખ ઉપરાંતની 9 મોટરસાઇકલો મળી કુલ 3,22,000 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.ત્યારે હુસેન અબુભાઇ પાપડીયા રહેવાસી ઘાંચીવાડા કસ્બા પાસે પોલીસને ચકમો આપી ભાગી છૂટવામાં સફળ રહેતા પોલીસે તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે ત્યારે હાલ શ્રાવણનો માસ ચાલી રહ્યો હોવાથી આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં અન્ય કેટલીક જગ્યાએ શ્રાવણીયો જુગાર ધમધમતો હોવાની ચર્ચાઓ જોરો સોરોથી ઉઠવા પામી છે ત્યારે આ જુગારધામો પર પોલીસની કાર્યવાહીઓ ક્યારે થશે તે એક મોટો સવાલ ઉભો થવા પામ્યો છે.