ઈલિયાશ શેખ :- સંતરામપુર
સંયુક્ત રાષ્ટ્ર સંઘ યુનો દ્ધારા ઘોષિત વિશ્વ આદિવાસી દિવસ નવમી ઓગસ્ટની સંતરામપુર નગર ખાતે ભવ્યતિભવ્ય ઉજવણી કરવામાં આવી હતી….
સંતરામપુર તા.૯
અમેરીકામાં ૧૨ ઓક્ટોબરને કોલંબસ દિવસ તરીકે ઉજવાતો હતો.જેની સામે અમેરીકાના ઝીનીવા ખાતેના આદિવાસી સમાજે સખત વિરોધ કર્યો કેટલાય આદિવાસી સમુદાયની કોલંબસે કત્લેઆમ કરવાઈ હતી જેથી કોલંબસ આદિવાસી સમાજમાં આંખના કણાની જેમ ખટકતો હતો કેમકે તેણે ચારેબાજુ અરાજગતા ફેલાવી હતી જેના નામનો દિવસ ઉજવાય એ આદિવાસી સમાજને સ્વીકાર્ય નહોતું ૧૯૮૨ નેવું જેટલા દેશોએ એક મંચ ઉપર આવી યુનોમાં નવમી ઓગસ્ટના દિવસને આંતરરાષ્ટ્રીય આદિવાસી દિવસ જાહેર કર્યો હતો ત્યારથી આપણાં દેશમાં આદિવાસી દિવસ ઉજવવાની શરૂઆત થઈ હતી એક દાયકા પહેલાં જાણકારીના અભાવે આપણે ત્યાં અમુક જગ્યાએ આ દિવસની ઉજવણી થતી હતી પરંતુ વર્તમાન સમયે ડીજીટલ ઇન્ડિયા ના પ્રતાપે જન જાગૃતિ આવતાં જળ જમીન અને જંગલના માલિક એવા ભારત દેશના મુલ માલિક એવા એક તીર એક કમાન દુનિયાના આદિવાસી એક સમાન ના નાદે જય જોહાર કા નારા હૈ ભારત દેશ હમારા હૈં ના સુત્ર સાથે પોતપોતાના પારંપારિક આદિવાસી લોકકલા, આદિવાસી લોક વાદ્યોના તાલે પુર્વજોના પહેરવેશ સાથે સ્વરક્ષણના હથિયાર જેવાં કે ડાંગ, તીરકામઠું,ભાલા, ત્રિશુળ સાથે સૌ પ્રથમ તાલુકાના દરેક ગામમાં લોકજાગૃતિ માટે રેલીઓ કાઢવામાં આવી હતી અમુક જગ્યાએ વૃક્ષારોપણ ના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતાં બાદ સૌ આદિવાસી ભાઈ બહેનો જોહાર ચોક સંતરામપુર ખાતે એકત્રિત થઈ ભવ્ય રેલી વાજતેગાજતે કાઢવામાં આવી હતી સંતરામપુર તાલુકાના મુશ્લીમ સમાજ દ્વારા ઠંડા પાણીની વ્યવસ્થા સરદાર ચોક ખાતે કરવામાં આવી હતી તેમજ ફુલછડીઓ દ્ધારા આદિવાસી સમાજનું સન્માન કરવામાં આવ્યું હતું કોઈ પણ જાતના નાતજાતના ભેદભાવ વગર નગરજનોએ રેલી ઉપર પુષ્પ વર્ષા કરી હતી બાદ સંતરામપુર બસ ખાતે ભગવાન બિરસામુડાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી ગપ્પુલીના તાલે સૌ નાચી ઉઠ્યાં હતાં જેને નિહાળવા માટે નગરજનો પોતપોતાના મકાનની અગાસી ઉપર ચઢીને આદિવાસી લોકસંસ્કૃતિના આબેહૂબ દર્શન કર્યા હતાં બીજ બાજુ રેલીના સ્વરુપે તમામ પુનઃ જોડાતાં રેલી મોટી મસ્જિદ ખાતે આવી પહોંચતા પુનઃ ઠંડા પાણીની વ્યવસ્થા થતાં અતિઉત્સાહીત આદિવાસી સમાજ દેશી ઢોલ કુંડી થાળી અને શરળાઈના શુરે નાચી ઉઠયા હતાં મોટાબજાર માં સવર્ણ સમાજ દ્વારા પુષ્પોનો વરસાદ ચારેબાજુ વરસાવવામાં આવ્યો હતો રેલી પ્રતાપપુરા મેદાન ખાતે આવી પહોંચતા બટાકા પૌઆનુ આયોજન ડો મછાર દ્ધારા કરવામાં આવ્યું હતું જે આરોગી મોટાભાગના યુવાનો માનગઢ ગોવિંદ ગુરુની ધૂણીના દર્શન કરવા રવાના થયાં હતાં વિધાર્થીઓ ઓનલાઇન જોડાઈ વિશ્વ આદિવાસી દિવસની શાનદાર ઉજવણીમાં સહભાગી થયાં હતાં