રાજેશ વસાવે દાહોદ
મણીપુર હિંસાના વિરોધીઓને ફાંસી આપી રાષ્ટ્રપતિ શાસન લાદવાની માંગ સાથે બિલપ્રદેશ મહિલા મોરચાનું કલેકટરને આવેદન..મણીપુર હિંસાના વિરોધીઓને ફાંસી આપી રાષ્ટ્રપતિ શાસન લાદવાની માંગ સાથે બિલપ્રદેશ મહિલા મોરચાનું કલેકટરને આવેદન..
દાહોદ તા. 24
મણીપુરમાં આદિવાસી મહિલાઓ પર થયેલ હિંસાના બનાવમાં આરોપીઓની ફાંસી તેમજ મણીપુરમાં બેકાબુ થયેલા હિંસાના બનાવોના પગલે રાષ્ટ્રપતિ શાસન લાદવાની માંગ સાથે દાહોદમાં ભીલ પ્રદેશ મહિલા મોરચા દ્વારા રાષ્ટ્રપતિને સંબોધતો આવેદનપત્ર કલેકટર ડો. હર્ષિત ગોસાવીને પાઠવી સુપ્રત કર્યો હતો.

મણીપુરમાં કુકી આદિવાસી સમાજની મહિલાઓને લગ્ન કરી પરેડ કરાવ્યા બાદ સામૂહિક દુષ્કર્મના સમગ્ર ભારત સહિત આદિવાસી સમાજમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. મણીપુરમાં મહિલાઓ સાથે દુષ્કર્મ તેમજ અ માનવીય વ્યવહારના બનાવ બાદ વિવિધ રાજકીય પક્ષો પણ મેદાને પડ્યા છે. ત્યારે આદિવાસી સમાજની મહિલાઓ જોડે થયેલા અભદ્ર વ્યવહારથી સમગ્ર આદિવાસી સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.

મહિલાઓ જોડે દૂર વ્યવહાર કરનાર ઇસમોને ફાંસીની સજાની માંગ કરવામાં આવી રહી છે.તો બીજી તરફ પરમ દિવસે આદિવાસી સમાજ તેમજ રાજકીય પક્ષો દ્વારા આપવામાં આવેલા ગુજરાત બંધના એલાનમાં મધ્ય ગુજરાતમાં સમાવિષ્ટ આદિવાસી બાહુલ્ય ધરાવતો દાહોદ જિલ્લો પણ સજજડ બંધ રહેવા પામ્યો હતો. તો આજરોજ ભીલપ્રદેશ મહિલા મોરચાના નેજા હેઠળ મોટી સંખ્યામાં એકત્રિત થયેલી આદિવાસી મહિલાઓએ દોષિતો સામે કડક કાર્યવાહી તેમજ મણીપુરમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાની માંગ સાથે રાષ્ટ્રપતિને સંબોધતો આવેદનપત્ર દાહોદ કલેકટર ડો.હર્ષિત ગોસાવીને આવેદનપત્ર પાઠવ્યો હતો.
