દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિની મહિલાઓ દ્વારા આજરોજ દાહોદ નગરપાલિકા ખાતે પાણીના મુદ્દે ધારણા પ્રદર્શન યોજ્યું હતું અને સરકાર વિરોધી અને નગરપાલિકા વિરોધી ભારે સૂત્રો ચારો પણ કરવામાં આવ્યા હતા.

Editor Dahod Live
1 Min Read

દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિની મહિલાઓ દ્વારા આજરોજ દાહોદ નગરપાલિકા ખાતે પાણીના મુદ્દે ધારણા પ્રદર્શન યોજ્યું હતું અને સરકાર વિરોધી અને નગરપાલિકા વિરોધી ભારે સૂત્રો ચારો પણ કરવામાં આવ્યા હતા.

દાહોદ તા. 11

દાહોદ શહેરમાં દિન પ્રતિદિન પાણીની સમસ્યા થી દાહોદ વાસીઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે દાહોદ શહેરના ઘણા વિસ્તારોમાં તો અઠવાડિયાથી લઈ ૧૫ ૧૫ દિવસ સુધી પીવાનું પાણી ન આવતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે દાહોદ વાસીઓ પોતાના સ્વખર્ચે પાણીના ટેન્કરો મંગાવવા મજબૂર બન્યા છે દાહોદ નગરપાલિકા તેમજ દાહોદના ધારાસભ્ય દ્વારા પાણી મુદ્દે ઉચ્ચ સ્તરીય બેઠકો પણ યોજવામાં આવી રહી છે અને દાહોદ વાસીઓને પાણી મળી રહે તે માટે પ્રયાસો પણ કરી રહ્યા છે ત્યારે આજરોજ દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિની મહિલાઓ દ્વારા ભાજપ સરકાર હાય..હાય.., નગરપાલિકા હાય.. હાય.. ના નારા લગાવ્યાં હતાં અને પાણીના મુદ્દે દાહોદ નગરપાલિકા ખાતે એકઠા થઈ પાણી મામલે ભારે સૂત્રોચારો પણ કરવામાં આવ્યા હતા તે ઉપરાંત સરકારની નીતિ સામે પણ ભારે વિરોધ નોંધાવ્યો હતો અને ધારણા પ્રદર્શન કર્યા હતા. આ કાર્યક્રમમાં દાહોદ જિલ્લા મહિલા કોંગ્રેસ સમિતિની બહેનો મોટી સંખ્યામાં જાેડાઈ હતી.

 

—————–

Share This Article