સિંગવડમાં જીઓ કંપની દ્વારા કેબલ નાખવા માટે ખોદેલા ખડા નું યોગ્ય રીતે પુરાણ ન કરાતા સ્થાનિકોને હાલાકી.
સિંગવડ તથા આજુબાજુના ગામડાઓમાં જુઓ કંપનીના કોન્ટ્રાક્ટરો દ્વારા કેબલ નાખવા માટે ખોદેલા ખાડાઓનું યોગ્ય રીતે પુરાણ કામ કરવામાં ન આવતા લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.
સિંગવડ તાલુકાના સીંગવડ બજાર તથા આજુબાજુના ગામડાઓમાં જીઓ કંપની ના કોન્ટ્રાક્ટરો દ્વારા કેબલ નાખવા માટે ખોદવામાં આવેલા ખાડાઓનું કામ પૂર્ણ થઈ ગયા પછી પણ તેને પૂરવામા નહીં આવતા આ ખાડાઓમાં લોકોને પડવાનો ભય તથા ગાડી પડી જવા નો ભય રહેતો હોય છે જ્યારે કોન્ટ્રાક્ટરો દ્વારા લાઈન કમ્પલેટ થઈ ગયા પછી પણ તે ખાડાઓ ખુલ્લા મૂકી રાખતા કોઈપણ આવતા જતા લોકો કે નાના છોકરાઓ આ ખાડામાં પડી શકે તેમ છે જ્યારે ઘણી જગ્યાએ ખાડાઓ ખોદયા પછી બરોબર પૂરન નહીં કરાતા તે ખાડાઓમાં ચોમાસાના પાણી ભરાવાથી ફરી ખાડા પડી જતા તે ખાડાઓમાં લોકો ફસાયા અને ગાડીઓ પણ ફસાઇ હતી જ્યારે સિંગવડ થી રણધીપુર અને મલેકપુર જતા ગામોમાં સાઈડ પર ખોદેલા ખાડાઓ તે બરોબર પૂર્ણ નહીં કરાતા તે ખાડાઓમાં પણ મોટી ગાડીઓ ફસાઈ જાય તેમ છે માટે આ jio કંપનીના કોન્ટ્રાક્ટરો દ્વારા જે ખાડાઓ ખોદવા આયા છે તે ખાડાઓને બરોબર પૂરવામાં આવે તેવી વાહન ચાલક તથા લોકોની માંગ છે.