દાહોદના અનાજ માર્કેટ આગળ સર્જાયેલા વિચિત્ર અકસ્માતમાં મહિલાનું મોત: બંને ગાડીના ચાલકો ફરાર…

Editor Dahod Live
2 Min Read

વસાવે રાજેશ દાહોદ 

દાહોદના અનાજ માર્કેટ આગળ સર્જાયેલા વિચિત્ર અકસ્માતમાં મહિલાનું મોત: બંને ગાડીના ચાલકો ફરાર…

ફોરવીલર ગાડીના ચાલકે દરવાજો ખોલતા બાઈક સવાર મહિલા અને પુરુષ પડ્યાં: પાછળથી આવતી ટ્રકના તોતિંગ પૈડા નીચે આવીને મહિલાના પ્રાણ પખેરું ઉડ્યા.

 બાઈક પર સવાર મહિલાના શરીરના ભાગે ટ્રકનું ટાયર ફરી વળતા મહિલાનું મોત એ ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધાયો

દાહોદ તા .૦૮

દાહોદના અનાજ માર્કેટ નજીક અનાજ માર્કેટમાંથી UP 93 BT 3070 નંબરની ટ્રક અનાજ ભરીને જઈ રહી હતી તેવા સમયે અનાજ માર્કેટના ગેટ નજીક એક ફોરવીલર ગાડી GJ 05 GE 8968 નંબરની ફોરવીલર રસ્તા બાજુમાં ઉભી હતી અને તે ફોર વ્હીલર ગાડીના ચાલકે દરવાજો ખુલતા પાછળથી આવતી મોટરસાયકલ ઉપર સવાર દંપતી દરવાજાની અડફેટે જમીન ઉપર પટકાતા નજીકમાંથી પસાર થતી ટ્રકના ટાયરના પાછળના ભાગે બાઈક ઉપર પાછળ બેઠેલી મહિલાનો શરીરના ભાગ ઉપર ટાયર ફરી વળતા તે મહિલા ગંભીર રૂપે ઇજાગ્રસ્ત થઈ હતી અને ઘટના સ્થળે લોકો દોડી આવ્યા હતા અને એ ડિવિઝન પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને ઇજાગ્રસ્ત મહિલાને 108 એમ્બ્યુલન્સ મારફતે સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી હતી અને ત્યાં મહિલાનું મોત નીપજવા પામ્યું હતું મરણ જનાર મહિલા મધ્યપ્રદેશના રાણાપુર ગામની મહિલા હતી અને બાઈક પાછળ બેસી દાહોદ કોઈ કામ અર્થે આવી રહ્યા હતા ત્યારે રસ્તામાં મહિલાને કાળ મુખી ટ્રકના તોતિંગ ટાયર ફરી વળતા મહિલાનું મોત નીપજવા પામ્યું હતું ત્યારે ટ્રક અને ફોરવીલર ગાડીઓના ચાલકો ગાડીઓ ઘટના સ્થળે મૂકી ફરાર થઈ ગયા હતા આ મામલે પોલીસે ફેટલનો ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

Share This Article