ટ્રેનમાં બેસી ગ્વાલિયરથી બાંદ્રા જતા મુસાફરની દાહોદના રેલવે સ્ટેશન નજીક અજાણ્યા ઇસમે 40 હજારની કિંમતનું આઇપેડ ચોરી લેતા ફરિયાદ નોંધાઈ
મધ્યપ્રદેશના ગ્વાલિયર વિનય નગર ખાતે રહેતા લોકેન્દ્રસિંહ રામસહાય રાઠોડ ગત તારીખ 29 6 2023 ના રોજ સાંજના 6:30 વાગ્યાના સમયે ગ્વાલિયર રેલવે સ્ટેશનથી ઝાંસી બાંદ્રા એક્સપ્રેસ ટ્રેનમાં રિઝર્વેશન કરાવેલું હતું અને કોચ નંબર b6 સીટ નંબર 515 ઉપર મુસાફરી કરી બાંદ્રા જવા માટે નીકળ્યા હતા અને રાત્રિના 11 વાગ્યે તેમની સીટ ઉપર સૂઈ ગયા હતા તે સમયે સવારના 08:00 વાગ્યાના સમયે ઊંઘમાંથી જાગ્યા હતા અને ફ્રેશ થઈ તેની સીટ ઉપર પરત આવતા તેની સીટની નીચે મૂકેલી લીલા કલરની હેન્ડબેગ જોવા ન મળતા અને દાહોદના રેલ્વે સ્ટેશન આવવાની તૈયારીમાં હતું અને તેની બેગની ડબ્બામાં આજુબાજુમાં તપાસ કરતા તે ન મળી આવતા જેથી રેલવે હેલ્પલાઇન નંબર ઉપર તેની બેગ ચોરી થયા અંગેની જાણ કરી હતી અને ચોરીમાં ગયેલી હેન્ડબેગમાં તેના પહેરવાના કપડા તેમજ એપલ કંપનીનો આઇપેડ સિલ્વર કલરનું જેના ઉપર કાળા કલરનું કવર ચડાવેલું હતું જે ઝાયડસ કંપનીમાં નોકરી કરતો હોય અને કંપની તરફથી તેને ઇસ્યુ કરવામાં આવ્યું હતું જેનું બિલ હાલ તેની પાસે નથી જે ipad ની કિંમત 40,000 રૂપિયાની હતી અને તેઓએ દાહોદના રેલવે પોલીસ મથક ખાતે તારીખ ત્રીજી જુલાઈના રોજ તેમનું ₹40,000 નું કીપેડ મુકેલા બેગ ની ચોરી થતા તેઓએ ફરિયાદ નોંધાવતા રેલવે પોલીસે અજાણ્યા ચોરી ઈસમ સામે ચોરી અંગેનો ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી હતી
