દાહોદના મોટા ઘાંચીવાડ મદની નગરમાંથી ઘર આગળ મૂકેલી R15ની ચોરી થઈ પોલીસ ફરિયાદ નોંધાય

Editor Dahod Live
2 Min Read

દાહોદના મોટા ઘાંચીવાડ મદની નગરમાંથી ઘર આગળ મૂકેલી R15ની ચોરી થઈ પોલીસ ફરિયાદ નોંધાય

 

દાહોદ શહેરના મોટા ઘાંચીવાડ મદનીનગર માળીના ટેકરા પાસે સ્મશાન સામે રહેતા જુનેદ ફારુક જાબર કે જેઓ ગત તારીખ 30 6 2023 ના રોજ તેમની યામાહા કંપનીની R15 મોટરસાયકલ લઈ અને તેઓ બજારમાં ગયા હતા અને ત્યાંથી રાત્રિના 11:30 વાગે તેની મોટરસાયકલ લાવી તેના ઘરના આગળ પાર્ક કરી લોક મારીને મૂકી હતી અને સવારમાં ઊઠીને તેઓ કામ પર જવા માટે નીકળ્યા ત્યારે તેમની ઘર આગળ પાર્ક કરેલી મોટરસાયકલ યામાહા આરવન ફાઈવ જોવા ન મળતા તેઓએ તેના મિત્રો સાથે આજુબાજુમાં તપાસ કરી હતી અને તેના ઘરના સભ્યોને પણ તેમની મોટરસાયકલ ચોરી થઈ હોવાની જાણ કરી હતી અને તેઓએ આજુબાજુમાં તેમજ નજીકના વિસ્તારોમાં ભારે શોધખોળ કરી હતી અને ત્યારબાદ સીટીઝન પોર્ટલ ઉપર ઓનલાઇન મોટરસાયકલ ચોરી અંગેની ઈ એફઆઇઆર દ્વારા ફરિયાદ પણ નોંધાવવામાં આવી હતી ત્યારે જુનેદ ફારૂક જાબરની યામાહા કંપનીની આર વન ફાઈવ મોટરસાયકલ જેનો નંબર gj 20 bc 7488 નંબરની જેની કિંમત 30,000 રૂપિયાની કિંમતની મોટરસાયકલ કોઈ અજાણ્યા ચોર ઈસમો રાત્રીના સમયે તેના ઘરના આંગણામાંથી ચોરી કરીને લઈ જતા આ મામલે એ ડિવિઝન પોલીસે મોટરસાયકલના ડોક્યુમેન્ટની ખરાઈ કરી અને તે બાદ અજાણ્યા ચોર ઈસમો સામે તારીખ ત્રીજી જુલાઈના રોજ મોટરસાયકલ ચોરી અંગેનો ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી હતી

Share This Article