
યાસીન ભાભોર ફતેપુરા
*ફતેપુરા ઝાલોદ નવીન હાઇવે માર્ગ ઉપર વાંગડ ગામ નજીક ભુવો પડ્યો*
ફતેપુરા તા. 4
ફતેપુરા થી ઝાલોદ જતા હાઇવે માર્ગનું હાલમાં જ નવીનીકરણ કરવામાં આવ્યું છે.ત્યારે આ હાઇવે માર્ગ ઉપર વાંગડ ગામ નજીક વાંગડ ગ્રામ પંચાયતના સરપંચના ઘરથી થોડે દૂર આ રસ્તા ઉપર ભુવો પડી જવા પામ્યો છે.આ રસ્તા ના નવીનીકરણની કામગીરી વેળાએ અહીંથી પસાર થતાં નાળા પર પુરણ કરીને આ રસ્તો બનાવવામાં આવ્યો હતો.ત્યારે આ આ કામગીરી વેળાએ કોન્ટ્રાક્ટર દ્વારા ગંભીર બેદરકારી દાખવીને આ નાળા ઉપર પુરણ કરવામાં ભ્રષ્ટાચાર આચાર્યો હોવાનું સ્પષ્ટ પણે જણાઇ આવે છે. કોન્ટ્રાક્ટરની બેદરકારી અને નબળી કામગીરીના કારણે જ આ રસ્તા ઉપર ભુવો પડી ગયો હોવાનું જણાઇ આવે છે.હાલમાં આ રસ્તા ઉપર આઠ થી દસ સેન્ટિમીટર ત્રિજ્યાનો ભુવો પડી ગયો છે જેને તાત્કાલિક આજુબાજુના રહીશોએ માટી પુરીને હાલમાં રસ્તા નું પુરણ કર્યું છે.ત્યારે માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ બાબતની ગંભીર નોંધ લેવામાં આવે અને વાંગડ નજીક પડેલા આ ભુવાની આજુબાજુના રસ્તા ને ખોદીને નવેસરથી પુરણ કરીને અહીં આટલો રસ્તો ફરીથી બનાવવામાં આવે તો ભવિષ્યમાં થતી મોટી હોનારતો અટકાવી શકાય તેમ છે.હાલ માટી દ્વારા ગ્રામજનોએ આ ભુવા ને પુર્યો તો છે પરંતુ વરસાદ પડશે ત્યારે આ ભૂવામાં ફરીથી પાણી ઉતરશે અને આ ભુવો ફરીથી પડી જશે અને રસ્તાની નીચેની માટી ફરીથી દબાશે તો આ ભુવો મોટો પડશે અને રસ્તો બેસી જશે જેના કારણે ગંભીર અકસ્માતો સર્જવાની ભીતિઓ સેવાઇ રહી છે.હાલમાં પડેલો આ ભુવાના કારણે રસ્તા ઉપર થી લઈને છેક નીચે સુધી પોલાણ થઈ ગયું છે.આ રસ્તો જમીનના લેવલે થી લગભગ બે ફૂટ ઊંચો બનાવવામાં આવેલો છે ત્યારે ગમે ત્યારે મુશળધાર વરસાદ વરસશે અને આ ભુવાની જગ્યાએ મોટો ભુવો પડી જશે અને બે ફૂટ જેટલો ઊંડો ખાડો પડશે તો તેમાં મોટા મોટા વાહનો પણ ખાબકીને મોટા મોટા અકસ્માતો સર્જવાની આશંકાઓ સેવાઇ રહી છે .ત્યારે માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ બાબતે ગંભીર નોંધ લેવામાં આવે અને આ બેદરકારી દાખવનારા સામે યોગ્ય પગલાં લેવામાં આવે અને આ રસ્તાની આટલા ભાગની તપાસ કરીને જરૂરી પુરણ કરીને આટલો રસ્તો નવેસરથી બનાવવામાં આવે તે ખૂબ જ જરૂરી છે