મહેન્દ્ર ચારેલ :- સંજેલી
સંજેલી મામલતદાર કચેરી ખાતે પ્રાંત અધિકારીની અધ્યક્ષ સ્થાને તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાયો.
ગૌચરની જમીન પરનું દબાણ પોલીસ પ્રોડક્શન સાથે 10 દિવસમાં દૂર કરવા સૂચના.
સંજેલી તા.22
સંજેલી મામલતદાર કચેરી ખાતે પ્રાંત અધિકારી આર કે ગોહિલ ની અધ્યક્ષ સ્થાને તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો જેમાં સંજેલી માંડલી રોડ પર આવેલી સર્વે નંબર 194 વાળી ગૌચરની જમીન પર થયેલું દબાણ દૂર કરવા તેમજ બાંધકામ થતું દબાણ અટકાવવા ની રજૂઆત કરવામાં આવી હતી.જેને પ્રાંત અધિકારી દ્વારા માથાભારે ઈસમો દ્વારા ગૌચર પર થયેલી દબાણની 10 દિવસમાં પોલીસ પ્રોડક્શન તેમજ મામલતદાર તાલુકા વિકાસ અધિકારી ને સાથે રાખી માપણી કરી અને ગૌચર પર થયેલું દબાણ દૂર કરી રિપોર્ટ રજૂ કરવા માટે સુચના આપવામાં આવી તેમજ ગૌચર પર દબાણ કરનાર માથા ભારે તત્વો સામે લેન્ડગ્રેબિંગ હેઠળ ગુનો દાખલ કરી દબાણો ખુલ્લા કરવા ગોવિંદાતળાઈ ખાતા નંબર 119 વાળી જમીન પર ખોટું વિલ બનાવી કબજા બાબતે સરકારના નવા લેન્ડગ્રેબિંગ કાયદા હેઠળ ફરિયાદ કરવા માટેની માહિતી આપી પીછોડા તેમજ ગોવિંદાતળાઈ બે વ્યક્તિઓને રેશનકાર્ડ વિભાજન ભામણ અને કોટા ગામ ના વૃદ્ધ સહાય જસુણી અને હિરોળા ગામના વિધવાઓને ઓર્ડર આપી સ્થળ પર જ નિકાલ કરવામાં આવ્યો હતો તાલુકા સ્વાગત કાર્યક્રમમાં સંજેલી મામલતદાર એમ વી રાઠોડ તાલુકા વિકાસ અધિકારી લાલાભાઇ મકવાણા અને મહેસુલી મામલતદાર ડી એન સાલવી સહિતના તાલુકાના અધિકારી અને કર્મચારી ઉપસ્થિતમા 8 માંથી 6 અરજીઓનો સ્થળ પર જ નિકાલ કરી દેવામાં આવ્યો હતો.ગૌચર પરનું દબાણ માટેની અરજી પેન્ડિંગ રાખી 10 દિવસમાં દબાણ દૂર કરી નિકાલ કરવા માટે સૂચનો કરાયા..