
દાહોદની તાલુકા પંચાયત ખાતે ખેતીવાડી NFSM વિભાગ દ્રારા ખેડૂતોને ફ્રી મિનિકીટસ વિવિધ ઘટકના પૂર્વ મંજૂરી હુકમો ધારાસભ્યના હસ્તે વિતરણ કરાયું
દાહોદ તા.19
18 મી જૂનના રોજ વાત કરવામાં આવેતો દાહોદની તાલુકા પંચાયત ખાતે તાલુકા ખેતીવાડી વિભાગ અને NFSM યોજના દ્રારા દાહોદ તાલુકાના ખેડૂતોને NFSM યોજના અંતર્ગત હાજર ખેડૂતોને ફ્રી મિનિકીટ્સ તથા ટ્રેક્ટર પાક સંગ્રહ સ્ટ્રક્ચર અને રોટાવેટર ઘટકના પૂર્વ મંજૂરી હુકમના વિતરણો કરાયા હતા જેમાં મોટી સંખ્યામાં દાહોદ તાલુકાના ખેડૂતોએ લાભ લીધો હતો જેમાં દાહોદના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી અને ગરબાડાના ધારાસભ્ય મહેન્દ્ર ભાભોર ઉપસ્તિથ રહ્યા હતા જેમની ઉપસ્તિથીમાં હાજર ખેડૂતોને ફ્રી મિનિકીટ્સ તથા ટ્રેક્ટર પાક સંગ્રહ સ્ટ્રક્ચર અને રોટાવેટરના ઘટકના પૂર્વ મંજૂરીના હુકમો નું વિતરણ કરાયું જેમાં ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી અને મહેન્દ્ર ભાભોરના હસ્તે ખેડૂતોને વિતરણ કરાયું હતું..