દાહોદના અનાસના હવસખોરે ૧૩ વર્ષ સુધી યુવતી પર દુષ્કર્મ ગુજાર્યુ,ગર્ભ રહ્યો તો લગ્નની ના પાડતા ફરિયાદ ..

Editor Dahod Live
2 Min Read

દાહોદના અનાસના હવસખોરે ૧૩ વર્ષ સુધી યુવતી પર દુષ્કર્મ ગુજાર્યુ:ગર્ભ રહ્યો તો લગ્નની ના પાડતા ફરિયાદ ..

યુવતી ૧૨ વર્ષની હતી ત્યારથી યુવતી ૨૫ વર્ષની થઈ ત્યાર સુઘી હવસખોર આ યુવતી જોડે હવસ સંતોષતો હતો..

દાહોદ તા.૦૩

દાહોદ તાલુકાની એક 25 વર્ષિય યુવતીને તે 12 વર્ષની હતી ત્યારથી લગ્નની લાલચ આપી પ્રેમ સંબંધ બાંધી હવસખોરે પોતાના મકાને તથા ભાડાનું મકાન રાખી અને હોટલમાં બોલાવી અવાર નવાર શરીર સુખ માણી ગર્ભવતી કરી નાખી હતી.ત્યાર બાદ આ યુવકે લગ્ન કરવાની ના પાડી દીધી હતી. યુવતીએ અનાસના યુવક સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવતાં દાહોદ બી ડિવીઝન પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.

દાહોદ તાલુકાના ઉકરડી રોડ સુદામાનગરમાં રહેતો અને મુળ અનાસનો પ્રહલાદસિંહ ઉર્ફે રાહુલ દોલતભાઇ દાતલાએ દાહોદ તાલુકાની એક 25 વર્ષિય યુવતી 13 વર્ષથી લગ્નની લાલચ આપી તેની સાથે પ્રેમ સંબંધ બાધ્યો હતો. ત્યાર બાદ છેલ્લા 13 વર્ષ દરમિયાન રાહુલ તેને અવાર નવાર તેમના મકાનમાં તથા ભાડાનું મકાન રાખી તેમજ હોટલમાં મળવાં બોલાવતો અને તેની મરજી વિરૂદ્ધ અવાર નવાર શરીર સુખ માણ્યું હતું.આ દરમિયાન યુવતીને ગર્ભ રહી જતાં તેણે લગ્નની રાહુલ સમક્ષ લગ્નનો પ્રસ્તાવ મુકયો હતો.ત્યારે રાહુલ ઉર્ફે પ્રહલાદસિંહનું પોત પ્રકાશયુ હતુ. 13 વર્ષ શારિરીક શોષણ કર્યા બાદ રાહુલે લગ્ન કરવાની સાફ ના પાડી દીધી હતી. જેથી યુવતીએ છેવટે આ સંદર્ભે પ્રહલાદસિંહ સામે દાહોદ બી ડિવીઝન પોલીસ મથકમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડના ચક્રોગતિમાન કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Share This Article