ઈલિયાસ શેખ સંતરામપુરન
ગોધર ગામમાં શ્રી ક્ષેમકલ્યાણી નૂતન મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો
સંતરામપુરન તા. ૨૯
સંતરમપુર તાલુકાના ગોધર ગામ ખાતે રાજપૂત ફળિયામાં શ્રી ક્ષેમ કલ્યાણી નૂતન મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ૨૭-૨૮ અને ૨૯ મે ૨૦૨૩ ત્રણ દિવસ સુધી યોજાયો હતો. આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ વિદ્વાન બ્રાહ્મણો દ્વારા મંત્રોચ્ચાર, હોમ હવન યજ્ઞ કરી માતાજીની સ્થાપના કરવામાં આવી હતી. યજ્ઞના આચાર્ય શ્રી વ્રજેશજી મહરાજ, આચાર્ય શ્રી નિલેશભાઇ મહરાજ, સંજયભાઇ મહારાજ તેમજ અન્ય બ્રાહ્મણો દ્રારા માં ભગવતી ક્ષેમ કલ્યાણી માંની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી.
આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માં ગામના યુવાનો વડીલોએ યજમાન તરીકે જોડાયને આખા ગામ સમાજ અને દેશના કલ્યાણ અર્થે ત્રણ દિવસ પુજન અર્ચન જોડાયા હતા. ગામ આખું ભક્તિ મય બન્યું હતું.
વિદ્વાન બ્રાહ્મણો દ્વારા મંત્રોચ્ચાર કરી આશીર્વચન આપ્યા કે જે કોઇ માતાજીના દર્શન પૂજન કરશે તેની માં સર્વે મનોકામના માં જગદમ્બા પૂર્ણ કરશે.
આ સમગ્ર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન ગામના યુવાન ઉત્સાહી સરપંચ શ્રી હિરેન્દ્રસિંહ વિરપરા તથા વડીલો યુવાનો એને બાળકો બહેનો, તમામના સહયોગથી કરવામાં આવ્યુ હતું.