લીમડી પોલીસે મોટી હાંડી ગામે રહેણાંક મકાનમાં દરોડો પાડી 27 હજાર ઉપરાંતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપ્યો: બુટલેગર વોન્ટેડ..
ઝાલોદ તાલુકાના મોટી હાંડી ગામના રહેણાંક મકાનમાંથી લીમડી પોલીસે દરોડો પાડી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. જોકે દરોડા દરમિયાન બુટલેગર ઘરે હાજર ન મળતા પોલીસે વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરી બુટલેગર વિરુદ્ધ પ્રોહી અંગેનો ગુનો દાખલ કર્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ઝાલોદ તાલુકાના મોટી હાંડી ગામના મનોજભાઈ ભીખાભાઈ ભાભોર પોતાના રહેણાંક મકાનમાં વિદેશી દારૂનો જથ્થો ભરી દારૂનો વેપલો કરતો હોવાની ભાતની લીમડી પોલીસ મથકના પી.એસ.આઇ.એમ.એફ ડામોર ને મળતા પીએસઆઇ એમ એફ ડામોર તેમજ પોલીસ જવાનોએ મનોજભાઈ ભાભોર ના રહેણાંક મકાનમાં દરોડો પાડ્યો હતો. જોકે મનોજભાઈ ઘરે હાજર ન રહેતા પોલીસે મકાનમાં તલાસી દરમિયાન ભારતીય બનાવટના વિદેશી દારૂ બિયરની 216 બોટલ મળી કુલ 27,936 ઉપરાંત નો વિદેશી દારૂનો જથ્થો મળી આવતા પોલીસે દારૂનો જથ્થો જપ્ત કરી બુટલેગર મનોજભાઈ ભીખાભાઈ ભાભોર વિરુદ્ધ પ્રોહીબિશન અંગેનો ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.