દાહોદમાં દબાણ હટાવ કામગીરીમાં બે દિવસના વિરામ બાદ ફરીથી બુલડોઝરો ફરી વળશે, વિરામ બાદ મશીનોની સંખ્યા વધવાના નિર્દેશ

Editor Dahod Live
4 Min Read

વસાવે રાજેશ દાહોદ 

દાહોદમાં દબાણ હટાવ કામગીરીમાં બે દિવસના વિરામ બાદ ફરીથી બુલડોઝરો ફરી વળશે, વિરામ બાદ મશીનોની સંખ્યા વધવાના નિર્દેશ

દાહોદ તા.17

દાહોદમાં સ્માર્ટ સિટી અંતર્ગત સ્માર્ટ રોડમાં અવરોધ રૂપ દબાણો દૂર કરવાની ઝુંબેશ હવે છેલ્લા તબક્કામાં પહોંચી ચુકી છે.ત્યારે કેટલાક વિસ્તારોમાં દબાણકર્તાઓએ સ્વેચ્છાએ દબાણો દુર કરવામાં જોતરાયા છે.બીજી તરફ વહીવટી તંત્રએ હાલ બે દિવસનો સમય સ્વેચ્છાએ દબાણો હટાવવા માટે આપ્યો છે પરંતુ આ મુદત બાદ શહેરમાં બાકી રહેલા દબાણો પર ફરીથી બુલડોઝર ફરી વળશે તે નિશ્ચિત છે.

દાહોદ શહેરમાં સ્માર્ટ સીટી અંતર્ગત સ્માર્ટ રોડ બનાવવાના હોઇ રસ્તા પહોળા કરવા જરુરી છે.જેથી વહીવટી તંત્ર દ્રારા છેલ્લા છ દિવસથી દબાણ હટાવ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે.જે આજે સવાર સુધી ચાલુ રહી હતી. શહેરના જુદા જુદા વિસ્તારોમાં મોટા દબાણો હટાવ્યા બાદ હવે ઓટલા અને ઝુકાટ તોડવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી હતી.ત્યારે ઘણાં વિસ્તારોમાં લોકો સ્વેચ્છાએ ઝુકાટ તોડવામાં લાગી ગયા છે.કારણ કે જેસીબી અથવા હિટાચી મશીનથી સમગ્ર ઇમારતને નુક્સાન થાય તેમ હોવાથી કોઇ જોખમ લેવા માંગતુ નથી.જેથી પડાવ સહિતના વિસ્તારોમાં સ્વયંભુ જ પોત પોતાનુ દબાણ દુર કરવામાં આવી રહ્યુ છે.તેમ હોવાથી કોઇ જોખમ લેવા માંગતુ નથી.જેથી પડાવ સહિતના વિસ્તારોમાં સ્વયંભુ જ પોત પોતાનુ દબાણ દુર કરવામાં આવી રહ્યુ છે.

*લોકમાંગણીને માન્ય રાખી બે દિવસની મુદત આપી- મનોજ મિશ્રા( દાહોદ મામલતદાર)*

દાહોદ શહેરમાં બુધવારે સવાર બાદ એક એવી વાત વહેતી થઇ હતી. કે આજથી દબાણ હટાવ ઝુંબેશ પૂર્ણ કરવામાં આવી છે.બીજી તરફ દાહોદના માલતદાર મનોજ મિશ્રા જણાવ્યુ છે.કે બે દિવસની મુદત સ્વેચ્છાએ આપવામાં આવી છે કારણ કે કેટલાક લોકોની માંગણી હતી કે પોતાના દબાણો પોતે જ દુર કરી નાખશે.તે માંગણીને માન્ય રાખીને બે દિવસની મુદત આપવામાં આવી છે.આ બે દિવસ બાદ ફરીથી વહીવટી તંત્ર દ્રારા દબાણો દુર કરવાની કામગીરી ફરી શરુ કરવામાં આવશે.તેમ પણ જાણવા મળ્યુ છે.ત્યારે શહેરમાં ઘણી ઇમારતો પર હજીએ જોખમ ઝળુંબી રહ્યુ છે.કારણ કે ઝુંબેશ બંધ થવાની વાત સાથે જ આ આટલુ તૂટ્યું તો પેલુ કેમ ન તોડ્યું,આ જગ્યાએ પુરુ હટાવી દીધુ તો અહીં કેમ અડધુ જ હટાવ્યુ છે તેવા આક્ષેપ પ્રતિ આક્ષેપ શરુ થઇ ગયા છે.

રહ્યુ છે.કારણ કે ઝુંબેશ બંધ થવાની વાત સાથે જ આ આટલુ તૂટ્યું તો પેલુ કેમ ન તોડ્યુ,આ જગ્યાએ પુરુ હટાવી દીધુ તો અહીં કેમ અડધુ જ હટાવ્યુ છે તેવા આક્ષેપ પ્રતિઆક્ષેપ શરુ થઇ ગયા છે.

 

*ઘણી ખરી વિસંગતતાઓ વચ્ચે મોટાભાગની કામગીરી પૂર્ણ થઇ*

 

દાહોદ શહેરમાં ઘણે ઠેકાણે દબાણો દુર કરવા મામલે વિસંગતતાઓ પ્રવર્તિ રહી છે. તેમજ કેટલાક દબાણોમા પુરી કામગીરી ન થઈ હોવાનુ પણ ચર્ચાઇ રહ્યુ છે.ઉપરાંત કેટલીક કાર્યવાહીઓમાં અન્યાય થયો હોવાનુ પણ કહેવાઇ રહ્યુ છે તેમજ નોટીસો, નિશાને અને દબાણના માપ મામલે પહેલા દિવસથી જ વિસંગતતાઓ સર્જાયેલી છે.ઉપરાંત સમય ન આપવા મામલે પણ ફરિયાદો ઉભી થઇ હતી તેમ છતાં કોઇ પણ અનિચ્છિય ઘટના ઘટયા વિના દબાણ હટાવવાની મોટા ભાગની કામગીરી પૂર્ણ થઇ શકી છે.

*સૈાથી મોટો વિરોધાભાસ ઝુકાટ મામલે પ્રવર્તિ રહ્યો છે.*

દાહોદ શહેરમાં સૈાથી મોટો વિરોધાભાસ ઝુકાટ બાબતે પ્રવર્તિ રહ્યો છે.લોકોનુ કહેવુ છે કે 20 ફુટ કે 30 ફુટ ઉંચા ઝુકાટ સ્માર્ટ રોડમાં શું નડતર રુપ બની શકે છે કે તેને તોડવામાં આવે છે અથવા તો તોડવાની ફરજ પાડવામાં આવે છે.ત્યારે મામલતદારે તેની સ્પષ્ટતા કરતાં જણાવ્યુ હતુ કે ઝુકાટ તો કોઇ પણ સંજોગોમાં બનાવી કે જ ન શકાય.અથવા તો માલિકે તેટલી જગ્યા છોડીને બાંધકામ કરવુ જોઇએ જેથી ઝુકાટનો પ્રશ્ન જ ઉભો ન થાય.તેમણે એમ પણ જણાવ્યુ કે જેટલુ ગેરકાયદે બાંધકામ ધ્યાને આવશે તે ગમે તે રીતે કરવામાં આવ્યુ હોય પરંતુ તેને તોડી પાડવામાં આવશે તે નિશ્ચિત છે.

Share This Article