![લીમખેડામાં હિન્દુ વાહિની દ્વારા આવેદન,બીલકીશ કેસના નામે કરાતી ફરિયાદો અને આક્ષેપો કરનારાને જેર કરો..](https://dahodlive.com/wp-content/uploads/2023/05/IMG-20230503-WA0013-540x377.jpg)
લીમખેડામાં હિન્દુ વાહિની દ્વારા આવેદન,બીલકીશ કેસના નામે કરાતી ફરિયાદો અને આક્ષેપો કરનારાને જેર કરો..
દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકામાં બિલ્કીશ બાનુ ચકચારી કેસનું ખોટી રીતે નામ જાેડી કોમી તંગદીલી વધારવામા આવતી હોવાની રજૂઆત કરવામા આવી છે.આવો ગેરફાયદો ઉઠાવી શાંતિનો ભંગ થતો અટકાવવા માટે દાહોદ જિલ્લા હિન્દુ યુવા વાહિની દ્વારા લીમખેડાના નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપી રજુઆત કરી હતી.
લીમખેડામાં જાતિ આધારિત હિંસા થતી નથી
દાહોદ જિલ્લા હિન્દુ યુવા વાહિની દ્વારા નાયબ કલેક્ટર, લીમખેડાને આપવામાં આવેલ આવેદનપત્રમાં જણાવ્યાં અનુસાર, સમગ્ર લીમખેડા તાલુકામાં કોમી વાતાવરણ હંમેશાથી શાંત રહેતું આવ્યુ છે. ગમે તે સંજાેગોમાં લીમખેડા તાલુકામાં જાતિ આધારિત હિંસા થતી નથી તેમજ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ હંમેશા જળવાયેલી છે તથા હિન્દુ અને મુસ્લિમ સમાજ વચ્ચે પરસ્પર શાંતિ તેમજ સામાજીક સદ્ભાવના સુમેળભર્યા સંબંધો જળવાયેલા રહે છે.
બિલકીશ કેસને જીવંત રાખવાનો પ્રયાસ
ત્યારે છેલ્લા કેટલાંક સમયથી લીમખેડા તાલુકામાં ચોક્કસ હિત ધરાવતાં તત્વો દ્વારા આયોજનબધ્ધ રીતે સમાંયતરે આ તાલુકાની કોમી શાંતિ ડહોળવાનો પ્રયાસ કરવામાં આવે છે અને દરેક વખતે સુનિયોજીત રીતે મુસ્લિમ સમાજના કેટલાક ચોક્કસ લોકો દ્વારા હિન્દુ સમાજને દબાણમાં લાવવા માટે બિલ્કીશબાનુના નામનો ઉપયોગ કરીને તે કેસના સાક્ષી છીએ તેવા ઓથા હેઠળ ખોટી રજુઆતો કરવામાં આવે છે. બિલ્કીશ બાનુ કેસને લીમખેડા તાલુકા સાથે કોઈ લેવા દેવા નથી, લીમખેડા તાલુકા વિસ્તારમાં તે કેસના કોઈ સાક્ષીનું રહેઠાણ નથી તેમ છતાં બિલ્કીશ બાનુના નામનો ખોટો ઉપયોગ કરીને તે કેસને પણ ગજવતો રાખવાનું અને ચકચારમાં રાખવાનું ષડયંત્ર ગોઠવીને ચુકાદો આવી ગયેલા બિન્કીશબાનુ કેસને જીવંત રાખવાની ખોટી કોશિષ કરવામાં આવતા હોવાનું હિન્દુ સમાજના દ્વારા જણાવવામાં આવ્યું છે.
ચોર કોટવાળને દંડે તેવી રજૂઆત કરાઈ
વધુમાં તેઓના જણાવ્યાં અનુસાર, હાલમાં માર્કેટ યાર્ડ લીમખેડા ખાતે મુસ્લિમ સમાજના કેટલાંક ઈસમોએ માર્કેટ યાર્ડના કર્મચારી સાથે દાદાગીરી સાથે પોતે તકરાર કરી અને ચોર કોટવાળને દંડે તે રીતે પોતે લઘુમતિ સમાજના હોવાનો ડર બતાવીને તદ્દન ખોટા સ્વરૂપની ખોટી ફરિયાદ કરવામાં આવે છે અને શાંતિ ડહોળવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. માટે આવા તત્વોને ઓળખી કાયદાકીય કાર્યવાહી કરવા અને હિન્દુ સમાજ સામે ખોટી ફરિયાદો અટકાવવા માટે દાહોદ જિલ્લા હિન્દુ યુવા વાહિની દ્વારા લીમખેડાના નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપી રજુઆત કરવામાં આવી હતી.