દાહોદના ઝાયડસ સમાં છેલ્લા 25 દિવસથી પથરીની સારવાર કરાવી રહેલી 65 વર્ષે વૃદ્ધા કોરોના સંક્રમીત જાહેર: ત્રણ એક્ટિવ કેસો સારવાર હેઠળ..
ફતેપુરા તાલુકાના મોટા નટવા ગામનો વ્યક્તિ આજે થયેલા કોરોના પોઝિટિવ ટેસ્ટમાં નેગેટિવ આવતા ડિસ્ચાર્જ કરવામાં આવ્યો…
દાહોદ તા.29
દાહોદમાં ઝાયડસ હોસ્પિટલમાં છેલ્લા 25 દિવસથી સારવાર લઈ રહેલી ગરબાડા તાલુકાની 65 વર્ષીય વૃદ્ધા કોરોના સંક્રમિત આવતા ઝાયડસમાં અત્યાર સુધીમાં ત્રણ એક્ટિવ કેસો સારવાર હેઠળ છે.જોકે આ અગાઉ ગત સપ્તાહમાં આવેલા કોરોના સંક્રમિત બે દર્દીઓ પૈકી એકનો રિપોર્ટ નેગેટિવ આવતા ઝાયડસ હોસ્પિટલમાં ત્રણ કોરોનાના એકટીવ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.
દાહોદ જિલ્લામાં વીતેલા સપ્તાહમાં ફતેપુરા તાલુકાના મોટા નટવા ગામનો એક વ્યક્તિ કોરોના સંક્રમિત જાહેર થયો હતો.ત્યારે મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના આંબી ગામનો વ્યક્તિ કે જેઓ ઝાયડસ હોસ્પિટલમાં ટીબીની સારવાર લઈ રહ્યા હતા તેઓ પણ કોરોના સંક્રમિત આવતા કોરોનાના બે કેસો નોંધાયા હતા.જે બાદ હોસ્પિટલ તંત્રએ કોરોના સંક્રમિત આવેલા દર્દીઓના સંપર્કમાં આવેલા 20 થી વધુ લોકોના કોરોનાના સેમ્પલ લેવામાં આવ્યા હતા જે તમામ રિપોર્ટો નેગેટિવ રહેવા પામ્યા હતા તો બીજી તરફ તારીખ 3 એપ્રિલના રોજ પથરીના દુખાવાની ફરિયાદને લઇ ઝાયડસ હોસ્પિટલમાં ભરતી થયેલી ગરબાડા તાલુકાની 65 વર્ષીય મહિલા 25 દિવસ બાદ ગઈકાલે કોરોના સંક્રમિત જાહેર થઈ હતી.જેના પગલે એક્ટિવ કેસોની સંખ્યા ત્રણ ઉપર પહોંચી હતી.જોકે આજરોજ હોસ્પિટલ તંત્રએ અગાઉ કોરોના સંક્રમીત તરીકે નોંધાયેલા બંને દર્દીઓના સેમ્પલ કલેક્ટ કરી ચકાસણી માટે મોકલ્યા હતા જેમાં મોટા નટવા ગામના કોરોનાનો નોંધાયેલા દર્દી કોરોના મુક્ત થયો હતો જેના પગલે તેઓને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા હતા ત્યારે ગઈકાલે કોરોના સંક્રમિત આવેલી ગરબાડા તાલુકાની મહિલા કોરોના પોઝિટિવ આવતા હાલમાં ઝાયડસ હોસ્પિટલમાં ત્રણ દર્દીઓ કોરોનાની સારવાર લઈ રહ્યા છે
