ઇલ્યાસ શેખ :- સંતરામપુર
સંતરામપુર નગરપાલિકા દ્વારા સુખી નદીની બાજુમાં બનાવવામાં આવેલો કુંડો બિન ઉપયોગી બન્યું…
સંતરામપુર નગરપાલિકા દ્વારા આશરે રૂપિયા ચાર લાખના ખર્ચે હનુમાનજીના મંદિરે બાજુમાં અને સુખી નદીની બાજુમાં સામાજિક પ્રસંગ માટે પ્લેવર બ્લોક અને રખડતા પશુઓને પાણી પીવા માટે કુંડો બનાવવામાં આવેલો હતો પરંતુ આજ દિન સુધી તેની જાળવણી રાખવામાં આવેલી જ નથી કુંડો બનાવ્યા પછી આજદિન સુધી તેને પાણી ભરવા પણ આવ્યું નથી અને તેની સામે ધ્યાન પણ રાખવામાં આવેલું નથી ત્યારે આ જ રોજ રખડતા પશુઓ પાણી પીવા માટે આ કુંડાની બાજુમાં ફાફા મારે છે પરંતુ ઊંડો ખાલી હોવાના કારણે પાણી પણ પી શકતા નથી જ્યારે બીજી બાજુ હનુમાનજી ના મંદિર ની બાજુમાં મરણ પ્રસંગમાં ક્રિયા કરવા માટે પ્લેવર બ્લોક બેસાડીને 400 બનાવવામાં આવેલો હતો પરંતુ આજે સુધી તેની જાળવણી રાખવામાં આવેલી જ નથી અત્યારે ભંગાર અવસ્થામાં જોવા મળી આવેલું છે ચારે બાજુ ગંદકી અને જાડી જાખરા જોવા મળી આવેલા છે સરકારી ગ્રાન્ટોનો દૂર ઉપયોગ થઈ રહેલો જોવા મળી આવેલો છે પાલિકા આટલી રકમ ખર્ચ કર્યા પછી પણ ધાર્મિક સ્થળ પાસે બનાવેલો ચોરસો અને પશુઓને પીવા માટેનો કુંડો બિન ઉપયોગી જોવા મળી આવેલો છે આશરે રૂપિયા ચાર લાખ ખર્ચ કરેલા આ તસવીરમાં જોવાઈ રહેલા છે કે ખરેખર નાણાંનો દૂર ઉપયોગ જોવા મળી આવેલો છે.