દાહોદ તાલુકાના જાલતમાં રહેણાંક કાચા મકાનમાં અકસ્માતે લાગેલી આગમાં ઘરવખરી સહિતનો સરસામાન બળ્યું…

Editor Dahod Live
1 Min Read

દાહોદ તાલુકાના જાલતમાં રહેણાંક કાચા મકાનમાં અકસ્માતે લાગેલી આગમાં ઘરવખરી સહિતનો સરસામાન બળ્યું…

 ફાયર બ્રિગેડના જવાનોએ આગ ઉપર પાણીનો મારો ચલાવી આગ ઓલવી: મકાન માલિકને અંદાજે 40,000 રૂપિયાનું નુકસાન થયાની આશંકા…

દાહોદ તા.19

દાહોદ તાલુકાના જાલત ગામના દરંગીયા ફળિયામાં રહેતા સોમસિંગભાઈ છગનભાઈ બિલવાલના કાચા ઘરમાં આગ લાગવાથી મોટુ નુકશાન થવા પામ્યું હતું.જેમાં સોમસિંગભાઈ છગનભાઇ બિલવાલના કાચુ નળિયાં વાલા મકાનમાં અચાનક આગ લાગતા ગરીબ પરિવારનું ઘર બળીને રાખ થયું હતું. જોકે આગ લાગવાની ઘટનામાં ઘરમાં મુકેલો સામાન,અનાજ,ગાદલા વિગેરે સામાન બળીને ખાક થયો હતો ત્યારે આ આગ લાગવાની જાણ દાહોદના અગ્નિશમન દળને કરાતા દાહોદ ફાયર ફાઈટરના જવાનો તાત્કાલિક સાધન સામગ્રી લઈને જાલત ગામના દરંગીયા ફળિયામાં રહેતા સોમસિંગ ભાઈ છગનભાઇ બિલવાલના ઘરે પહોંચી કાચા નળિયાં વાળા મકાનમાં લાગેલી આગ ઉપર પાણીનો મારો ચલાવી આગ ઓલવી હતી. જોકે આ ગરીબ પરિવારનું કાચું નળિયાં વાલુ મકાન બળીને ખાક થતા સરકાર પાસે વળતરની માંગ કરી હતી.જોકે અચાનક લાગેલી આગમાં ગરીબ પરિવારને સામાન્ય રીતે ઘર ચલાવવા માટે પણ રાહતની માંગ કરાઈ છે.જોકે આ મામલે જિલ્લા વહીવટી તંત્રએ આવા ગરીબ પરિવારની પડખે આવીને ઉભું રહેવું જોઈએ તેમજ તેમને સરકારી સહાય મળે તેવા પ્રયાસો કરવા સ્થાનિકોએ માંગ ઉઠાવી હતી.

Share This Article