ગરબાડા રોહિતનાવાસ એકતા સંગઠન દ્વારા બાબા સાહેબ આંબેડકરના ૧૩૨ માં જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી

Editor Dahod Live
1 Min Read

રાહુલ ગારી ગરબાડા 

ગરબાડા રોહિતનાવાસ એકતા સંગઠન દ્વારા બાબા સાહેબ આંબેડકરના ૧૩૨ માં જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી

ગરબાડા મત વિસ્તારના ધારાસભ્ય મહેન્દ્ર ભાભોર ગરબાડા પાર્ટી પ્રમુખ પ્રજીતસિંહ રાઠોડ ઉપસ્થિત રહ્યા

ગરબાડા તાલુકાના રોહિત વાસ ખાતે ગરબાડા ધારાસભ્ય મહેન્દ્ર ભાભોર તેમજ ગરબાડા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ પ્રજીતસિંહ રાઠોડની ગરબાડા ગામમાં સરપંચ અશોક રાઠોડ મુકેશભાઈ રાઠોડ ઉપસ્થિતિમાં રોહિતવાસ એકતા સંગઠન દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ની 132 માં જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રગટાવીને કરવામાં આવી હતી અને ગરબાડા પાર્ટી પ્રમુખ દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ના સ્મરણોને યાદ કર્યા હતા અને રોહિતવાસ એકતા સંગઠનનો આભાર વ્યક્ત કર્યો હતો ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને 132 ની જન્મ જયંતી નિમિત્તે રોહિત વાસ એકતા સંગઠન દ્વારા ગરબાડા નગરમાં રેલી પણ યોજી હતી જે રેલીમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ જોવા મળ્યો હતો અને શાંતિપૂર્ણ માહોલમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ના 132 માં જન્મદિવસની ઉત્સાહભેર ઉજવણી કરી હતી

Share This Article