અઢી માસ અગાઉ સ્પર્ધાત્મક પરીક્ષાના દિવસે તસ્કરોએ સરખી MO થી મકાનોને નિશાન બનાવ્યા:સંયોગ કે પૂર્વ આયોજિત કાવતરૂ..?? પોલીસ જુનિયર ક્લાર્કની પરીક્ષા પૂર્ણ કરાવવામાં વ્યસ્ત થતાં તસ્કરો તાળા તોડવામાં સ્પર્ધા કરી:છ મકાનોને નિશાન બનાવી લાખોની માલમત્તા પર હાથફેરો..

Editor Dahod Live
6 Min Read

પોલીસની નાઈટ પેટ્રોલિંગ વચ્ચે તસ્કરોનો સોના ચાંદીના દાગીના મળી લાખોની માલમતા પર હાથફેરો.. 

પોલીસ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં જોતરાઈ અને તસ્કરોએ બિન્દાસ પણે છ થી આઠ મકાનોને નિશાન બનાવ્યા… 

અઢી માસ અગાઉ સ્પર્ધાત્મક પરીક્ષાના દિવસે તસ્કરોએ સરખી MO થી મકાનોને નિશાન બનાવ્યા:સંયોગ કે પૂર્વ આયોજિત કાવતરૂ 

તસ્કરો સીસીટીવી કેમેરામાં કેદ:સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરોનું પગેરું શોધવા પોલીસનું તપાસનો ધમધમાટ  

દાહોદ તા.09

રાજ્ય માટે પ્રતિષ્ઠાનો પ્રશ્ન બનેલી સ્પર્ધાત્મક પરીક્ષામાં બંદોબસ્તમાં જોતરાયેલી પોલીસની ફરી એકવાર દાહોદમાં તસ્કરોએ પરીક્ષા લઈ લીધી છે. ગત જાન્યુઆરીમાં જે દિવસે જુનિયર ક્લાર્કની પરીક્ષા હતી એની પૂર્વ વહેલી સવારે દાહોદ શહેરમાં આઠથી દસ જગ્યાઓએ તસ્કરોએ ચોરી કરવામાં સફળતા મેળવી હતી. તો આજરોજ ફરી સ્પર્ધાત્મક પરીક્ષા યોજાતા અને તેના બંદોબસ્તમાં જોતરાયેલી પોલીસની એક સરખી મોડસ ઓપરેનડી સાથે પરીક્ષા લઈ લીધી છે. આ એક સંયોગ છે કે પછી પૂરું આયોજિત કાવતરું..? જોકે પ્રતિષ્ઠાનો પ્રશ્ન બનેલી સ્પર્ધાત્મક પરીક્ષાનું પેપર ફૂટે નહીં તે માટે સઘન તકેદારી રાખતી દાહોદ પોલીસ પ્રજાના ધ્યાનમાં તકેદારી રાખવામાં કે તેના આયોજનમાં ઉણી ઉતરી હોવાનું પ્રજા માનસમાં પ્રતિત થવા પામ્યું છે.દાહોદ શહેરના મંડાવ વિસ્તારમાં જે ઘરોને તસ્કરોએ નિશાન બનાવ્યા છે.એ ઘરો પણ ભરચક વિસ્તારમાં આવેલા છે એટલું જ નહીં તેની આસપાસ પરીક્ષા કેન્દ્રો પણ આવેલા છે. તેવા સમયે પોલીસની

હાજરી વચ્ચે તસ્કરોએ પોતાના મસુંબા પાર પાડી ચોરીની ઘટનાને અંજામ આપી ફરાર થઈ ગયા છે. ત્યારે તસ્કરોની આ પરીક્ષામાં પોલીસ કેટલે અંશે સફળ થશે એ જોવું રહ્યું.હાલ શહેરમાં બનેલા આ બનાવ અંગે તરેહ તરેહ ની ચર્ચાઓએ જન્મ લીધો છે ત્યારે પોલીસ માટે પણ આ તસ્કરી ગેંગ ને ઝડપી પાડવાનું પ્રતિષ્ઠા ભર્યું રહેશે..

દાહોદ શહેરમાં એક તરફ સ્પર્ધાત્મક પરીક્ષાને નિર્વિઘ્ને શાંતિપૂર્ણ વાતાવરણમાં પૂર્ણ કરાવવા પોલીસ કામગીરીમાં જોતરાઈ હતી તેવા સમયે શહેરના મંડાવ રોડ સ્થિત અક્ષર ટુ એપાર્ટમેન્ટના બી વિંગમાં ચોરીના મક્કમ ઇરાદા સાથે ત્રાટકેલા તસ્કરોએ 4 જેટલાં મકાનોને નિશાન બનાવ્યા હતા. પરોઢિયે સવા ચાર વાગ્યાના આસપાસ ઇરાદે આવેલા ત્રણ જેટલાં તસ્કરોએ અક્ષર એપાર્ટમેન્ટ ના બીવીંગમાં ત્રીજા ફ્લોર પર ફ્લેટ નંબર 305 માં

રહેતા પંકજ જયંતીલાલ નાયટાના પિતાની તબિયત ખરાબ હોવાથી ગઈકાલે સાંજે લીમડી ખાતે ખબર અંતર કાઢવા મકાનને તાળું મારીને ગયા હતા. જે બાદ તસ્કરોએ આ ફ્લેટમાં લાગેલા દરવાજાના તાળા નો નકુચો થોડી ફ્લેટમાં માં પ્રવેશ્યા હતા. અને ગણતરીની મિનિટોમાં સમગ્ર ફ્લેટના સર સામાનને વેરવિખેર કરી સોના ચાંદીના દાગીના તેમજ 25000 રૂપિયાની રોકડ રકમ મળી અંદાજે દોઢ લાખ રૂપિયાની માલમતા પર હાથ ફેરો કરી બિલ્ડીંગના સલીલ શાહના 203 નંબર ફ્લેટ, અનિરુદ્ધ ત્રિવેદીના 504 નંબરના ફ્લેટ, મયુર પંચાલના 304 નંબરના ફ્લેટ, તેમજ વિવેક બાબુલાલ ખંડેલવાલના 502 નંબરના ફ્લેટને તાળું તોડી ચોરીનો પ્રયાસ કર્યો હતો પરંતુ ફ્લેટ ખાલી હોવાથી તસ્કરોને ઉપરોક્ત

ફ્લેટોમાંથી વિલા મોઢે ભરત ફર્યા હતા. જોકે સીસીટીવી ફૂટેજ ના આધારે તપાસ હાથ ધરતા ત્રણ જેટલા તસ્કરો બિલ્ડીંગની પગથિયામાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા હતા. ત્યારબાદ તસ્કરો દ્વારા દાહોદ શહેરના ગોવિંદ નગર વિસ્તારમાં આવેલા આસોપાલવ સોસાયટીમાં રહેતા હુમયભાઈ રાવલના મકાનને નિશાન બનાવી તેમાંથી સોના ચાંદીના દાગીના તેમજ રોકડ મળી અંદાજે બે લાખ ઉપરાંતના મુદ્દામાલ પર તસ્કરોએ હાથ ફેરો કર્યો હોવાનું મકાન માલિકે જણાવ્યું હતું. ઉપરોક્ત ચોરીના બનાવમાં સોસાયટીના રહીશો દ્વારા પોલીસને જાણ કરાતા બે ડિવિઝન પોલીસ તેમજ એ ડિવિઝન

 

પોલીસે ઘટના સ્થળે પહોંચી સીસીટીવી કેમેરાના માધ્યમ તેમજ ટેકનિકલ સોર્સ વડે તસ્કરોનો પગેરું મેળવી તસ્કરોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે તેમજ આ બનાવ સંદર્ભે ફરિયાદ દાખલ કરવાની તજવીજ હાથ ધરાઈ છે હાલ આ સમાચાર લખાય તે ત્યાં સુધી આ મામલે કોઈપણ પ્રકારની ફરિયાદ પોલીસ મથકે નોંધાવવા પામી નથી. અત્રે ઉલ્લેખની છે કે જે રીતે તસ્કરો રેકી કરી બંધ મકાનોને નિશાન બનાવી રહ્યા છે.તસ્કરોની મોડસ ઓપરેનડીને જોઈએ તો આ તસ્કરો પોલીસની બધી ગતિવિધિઓ પર નજર રાખે છે. અને તે જ પ્રમાણે ચોરીની ઘટનાને અંજામ આપે છે. એટલે આ એમાં ઉપરથી કદાચ પોલીસ નો કોઈ માણસ આ તસ્કરો સાથે મળેલો હોવાની શક્યતા નકારી શકાતી નથી. વાસ્તવિકતા જે પણ હોય પણ પોલીસે હવે તમામ પાસાઓને બારીકાઈથી નિરીક્ષણ કરી સરખી MO થી ચોરીને અંજામ આપતી આ ટોળકીને એક્શન પ્લાન બનાવી ઝડપી પાડે તો જ પ્રજાજનો ભયમુક્ત રહેશે અને પોલીસ ઉપર વિશ્વાસ બેસશે તેમાં કોઈ બેમત નથી.

સ્પર્ધાત્મક પરીક્ષાના દિવસે તસ્કરોનો ચોરીનો બીજો પ્રયાસ:સંયોગ કે પૂર્વ આયોજિત કાવતરું

ગોવિંદ નગર વિસ્તારમાં આજથી બે થી ત્રણ મહિના અગાઉ એટલે 29 જાન્યુઆરીના દિવસે પણ સ્પર્ધાત્મક પરીક્ષા યોજાઈ હતી. તે દિવસે પોલીસ પરીક્ષાના બંદોબસ્તમાં વ્યસ્ત હતી. અને પેપર લીક થયો હતો.અને તસ્કરો એક સાથે છ થી આઠ મકાનોને નિશાન બનાવ્યા હતા.અને આજે પણ પોલીસ નિર્વિધને પરીક્ષા યોજાય તે માટે પોલીસ બંદોબસ્તમાં જોતરાયેલી હતી. અને તસ્કરોને મોકળું મેદાન મળતા 6 થી 8 જેટલાં મકાનોને નિશાન બનાવતા અનેક શંકા કુશકાઓએ જન્મ લીધો છે. ત્યારે તસ્કરોએ સ્પર્ધાત્મક પરીક્ષાના દિવસે જ બીજી વખત ચોરીની ઘટનાને અંજામ આપ્યું હતું આ એક સંયોગ છે કે પછી પૂર્વ આયોજિત કાવતરું? આ એક ગંભીર તપાસનો વિષય છે.

Share This Article