કલ્પેશ શાહ :- સીંગવડ
સિંગવડ તાલુકાના ચાચકપુર ગામે ઇલેક્ટ્રીક વીજપોલ ઉભો કરવાની કામગીરી દરમિયાન વીજપોલ પડતા એક વ્યક્તિનું મૃત્યુ નીપજ્યું
સીંગવડ તા.10
સિંગવડ તાલુકાના ચાચાકપુર ગામે ઇલેક્ટ્રીકનો થાંભલો પ્રાઇવેટ માણસોને બોલાવીને ઉભો કરવા માટે પાસેના ગામ ભમેળાથી માણસ બોલાવવામાં આવ્યા હતા.તે માણસ થાંભલો ઉભો કરવા જતા તે ઈલેક્ટ્રીકનો થાંભલો પડતા મૃત્યુ થયું હતું.ચાચકપુર ગામના ડામોર શૈલેષભાઈ ગલજી ભાઈ 9.4.2023 ના રોજ ભમેલા ગામના ભાભોર રમણભાઈ વરસીંગભાઇ ને ઇલેક્ટ્રિક નો થાંભલો વ્યક્તિગત લાભ માટે જોખમી પ્રકારનું કામ કરવા માટે જરૂરી એવી સલામતીના આયોજન કર્યા વગર બેજવાબદારી રીતે કામ કરવાના કારણે નિર્દોષ માણસોને જાનહાની કે ઇજા થઈ શકે તેવું જાણવા છતાં બેદરકારી દાખવીસલામતી સંબંધી પૂરતી તકેદારી ના રાખી આરોપી એ કામ કરવાનું અનુભવ ન હોવા છતાં કોઈપણ જાતના સુરક્ષાના સાધન રાખ્યા વગર ગંભીર બેદરકારી રાખી રમણભાઈ વરસીંગભાઇ જાતે ભાભોર ઉંમર 52 ની પાસે સિમેન્ટનો વજનદાર ઈલેક્ટ્રીક થાંભલો ઉભો કરાવવા જતા આ ઈલેક્ટ્રીક થાંભલો રમણભાઈ ભાભોરના ઉપર પડતા તેનું સ્થળ પર મોત નીપજ્યું હતું જ્યારે તેની જાણ તેમના ઘરના લોકોને તથા તે ઘરના ઘટના સ્થળે પહોંચી જતા સામેવાળા ઘર છોડીને નાસી છૂટ્યા હતા જ્યારે મૃત્યુ પામનાર ઘરના લોકો દ્વારા રણધીપુર પોલીસને જાણ કરતા રણધીપુર પોલીસ ઘટના સ્થળે પહોંચી જતા તેમને મૃત્યુ પામનાર ની લાશને સામૂહિક આરોગ્ય કેન્દ્ર સિંગવડ ખાતે લાવીને પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું જ્યારે રંધીપુર પોલીસ દ્વારા કાયદેસરનીફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જ્યારે રણધીપુર પોલીસ દ્વારા ડામોર શૈલેષ ગલજીને પકડવાના ચક્રો હાથ ધરવામાં આવ્યા હતા.