Thursday, 26/12/2024
Dark Mode

સંતરામપુરમાં જરૂરી ચીજવસ્તુઓની વધારે ભાવે વેચાતી હોવાની વ્યાપક ફરિયાદોની વચ્ચે વહીવટીતંત્ર દ્વારા ચકાસણી હાથ ધરવામાં આવી

સંતરામપુરમાં જરૂરી ચીજવસ્તુઓની વધારે ભાવે વેચાતી હોવાની વ્યાપક ફરિયાદોની વચ્ચે વહીવટીતંત્ર દ્વારા ચકાસણી હાથ ધરવામાં આવી

 ઇલ્યાસ શેખ @ સંતરામપુર 

સંતરામપુર તા.27

સંતરામપુર નગરમાં વહીવટી તંત્ર દ્વારા જીવન જરૂરિયાત વસ્તુ પર ભાવ નિયંત્રણ લાવવા માટે અધિકાર અને સ્થળ મુલાકાત લીધી

સમગ્ર ભારતમાં  ૨૧ દિવસનો લોકડાઉન જાહેર કરવામાં આવ્યો છે.ત્યારે જીવન જરૂરિયાત વસ્તુ પર છૂટ આપવામાં આવી હતી પરંતુ સંતરામપુર નગરમાં ત્રણ દિવસની અંદર કેટલાક વેપારીઓ ભાવમાં ફેરફાર કરતા સરકારી તંત્રને ખબર પડતાં આજરોજ સ્થળ ઉપર મુલાકાત લીધી હતી.સંતરામપુરના કરિયાણા સ્ટોર મેડીકલ શાકભાજી ફ્રુટ તમામ ચીજવસ્તુઓ વધુ બજારની અંદર એક સરખો જ ભાવ રાખવાનું અને બિલકુલ રિઝનેબલ ભાવે ગ્રાહકોને આપવા માટેની સુચના આપવામાં આવી હતી.આજરોજ સંતરામપુર મામલતદાર કચેરીમાંથી જે કે વાઘેલા મામલતદાર ધવલભાઈ પટેલ તમામ સરકારી સ્ટાફ દરેક દુકાન ફરીને શું ભાવ આપે છે.તેનો સર્વે કરવામાં આવ્યું હતું અને સૂચના પણ આપવામાં આવી હતી.કોઈ પણ ગ્રાહક પાસેથી વધારે વધારાની રકમ વસૂલ કરવામાં આવશે તો દુકાને સીલ મારવાનું અને કાયદેસરનો દંડ વસુલ કરવાની સુચના આપવામાં આવેલી છે.તેમ છતાં એક દિવસની અંદર ગમે ત્યારે પણ ગ્રાહકની ફરિયાદો આવશે તો દુકાનદાર કે વેપારીઓ પાસેથી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે સરકારી તંત્ર દરેક દુકાન ઉપર દરેક ચીજ વસ્તુ પર ભાવ પત્રક અને સર્વેની કામગીરી સવારથી હાથ ધરી હતી લોકડાઉનમાં ગ્રાહકો પાસેથી ખોટી રકમ લેવી નહીં.અને તેમની મજબૂરીનો દુરઉપયોગ કરવો નહીં જાહેરમાં સૂચના આપવામાં આવી હતી.તમામ વેપારીઓની  દરેક ચીજ વસ્તુ પર નિયંત્રણ રાખવા માટેની સતત કામગીરી હાથ ધરી હતી.

error: Content is protected !!