Wednesday, 04/12/2024
Dark Mode

નેપાળથી પરત સંતરામપુર આવેલા ઇન્દ્રા ગામના ત્રણ પરિવારોને આરોગ્ય વિભાગ દ્વારા હોમ કોરોનટાઇનમાં મૂકવામાં આવ્યા

નેપાળથી પરત સંતરામપુર આવેલા ઇન્દ્રા ગામના ત્રણ પરિવારોને આરોગ્ય વિભાગ દ્વારા હોમ કોરોનટાઇનમાં મૂકવામાં આવ્યા

ઇલ્યાસ શેખ @ સંતરામપુર 

સંતરામપુર તા.26

સંતરામપુર તાલુકાના ઇન્દ્રા ગામ ના ત્રણ પરિવારને હોમ કોરોનટાઇનમાં  મૂકવામાં આવ્યા હતા.

ભારત સરકારે કોરોના વાયરસના સંક્રમણથી બચવા ૨૧ દિવસ લોકડાઉન જાહેર કર્યું છે.ત્યારે લોકડાઉંનના લીધે ગુજરાતભરમાં અને વિદેશોમાં જુદી જુદી  જગ્યાએ કામ કરતાં મજૂરો શહેરોમાંથી પરત આવી રહ્યા છે.ત્યારે સંતરામપુર તાલુકાના ઇન્દ્રા ગામના ૧૨ જેટલા વ્યક્તિઓ નેપાળ મહાબળેશ્વરમાં રસોઈયાનું કામ કરતા હતા.અને નેપાળથી તેઓ બસ દ્વારા વડોદરા સુધી પહોંચી ગયા હતા પરંતુ વડોદરાથી 20 કિલોમીટર ચાલ્યા પછી તેઓ લુણાવાડા સુધી આવી ગયા હતા.તેમનો પરિવાર ઘરેથી મોટરસાયકલ પર લેવા આવી ગયા હતા.ત્યારબાદ આરોગ્ય વિભાગ દ્વારા જાણ થતાં જ અને સર્વે કરતાં આ બધા વ્યક્તિઓ નેપાળથી આવી ગયા છે જાણ થતાં જ આરોગ્ય વિભાગ દ્વારા તાત્કાલિક તેમના ઘરે પહોંચીને ચકાસણી કરી ત્રણેય પરિવારોને હોમ કોરોનટાઇન કરી ઘરની બહાર ચેતવણી આપતાં સ્ટીકર લગાવવામાં આવ્યા છે. ૬ એપ્રિલ સુધી આ પરિવારની ઇન્દ્રા ગામના કોઈપણ વ્યક્તિએ અને સગા સંબંધીએ મુલાકાત કરવી નહીં કે તેમને મળવું નહીં આરોગ્ય વિભાગે તમામ કર્મચારીઓએ જાહેર સૂચના આપવામાં આવી હતી નાથા ભાઈ જેસીંગભાઇ મકવાણા રાકેશભાઈ લક્ષ્મણભાઈ મકવાણા તમામ પરિવારની હોમ કોરોનટાઇનના  સાવધાની રાખવામાં આવેલી છે.

error: Content is protected !!