ઈલિયાસ શેખ સંતરામપુર
સંતરામપુર તાલુકામાં ગુજરાત સરકાર દ્વારા ચણાના પાકને ઓનલાઇન નોંધણીની સંખ્યામાં વધારો અને વાવેતર ઓછું..
દાહોદ તા.28
ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને ગુજરાત સરકાર દ્વારા ટેકાનો સારો ભાવ મળી રહે તેના હેતુથી સરકારે ખરીદી કરવાની જાહેરાત કરી પરંતુ સરકારને આ મોંઘું પડ્યું કારણકે સંતરામપુર તાલુકામાં ચણાના પાકમાં સૌથી ઓછું ઉતારો અને વાવેતર જોવા મળી આવેલું છે અને તેની સામે ખોટી રીતના ખેડૂતોએ 508 રજીસ્ટ્રેશન ને નોંધણી કરાવી જ્યારે કડાણામાં 613 ખરેખર આ રીતે ખોટી નોંધણી તપાસનો વિષય બન્યો છે એક બાજુ માવઠું અને બીજી બાજુ સૌથી વધારે ઘાસચારા માટે સુંઢિયું અને ઘઉંનો ઉતારો જોવા મળી આવેલો છે પરંતુ ચણાનું વાવેતર અને ઉતારો કડાણા અને સંતરામપુર તાલુકામાં 20 ટકા જોવાઇ રહેલો છે ખેડૂતોના નામ પર રજીસ્ટ્રેશન કરાવીને બજારના વેપારીઓ પાસેથી ચણાની ખરીદી કરીને સરકારને ઊંચા ભાવે આપવા માટેનું નવો કિમી ઉભો કરેલો છે ગુજરાત સરકાર દ્વારા અન્ન નાગરિક પુરવઠા વિભાગ અને સસ્તા ની દુકાનોમાં ગરીબો માટે આપવામાં આવતા ચણા એક ખરેખર આપવામાં આવતા જ નથી આ બધા ચણા સરકાર મફત મોકલે છે અને માર્કેટમાં ખેડૂતો ઓનલાઇન કરાવીને વેપારીઓને મીલી ભગતના કારણે આ ચણા સરકાર ઊંચા ભાવે ખરીદી કરે સૌથી મોટો કારસ્તાન જોવા મળી આવેલું છે ગત વર્ષે પાટણમાં જે અનાજની ખેતી હતી જ નહીં તેનું જ ઓનલાઇન કરવામાં આવેલું હતું અને મોટાભાગની ગેરહિતઓ બહાર આવી હતી તો આ વખતે ટેકાના ભાવે ખરીદીમાં ઉચ્ચ અધિકારી દ્વારા અને ખેતીવાડી અધિકારીઓ દ્વારા યોગ્ય તપાસ કરવામાં આવે અને કયા ખેડૂતો પાસેથી કેટલું વાવેતર કરેલો છે અને તેના પોતાના કેટલું ચણા છે જો તપાસ કરવામાં આવે તો ઓનલાઇન ટેકાના ભાવની ખરીદીની મોટાભાગની ગેરરીતિઓ બહાર આવી શકે તેમ છે..