Thursday, 25/04/2024
Dark Mode

દાહોદ જિલ્લા પંચાયત ખાતે બજેટ લક્ષી સામાન્યસભામાં 382.11 કરોડની પુરાંતવાળું બજેટ સર્વાનુમતે રજુ કરાયું

March 28, 2023
        373
દાહોદ જિલ્લા પંચાયત ખાતે બજેટ લક્ષી સામાન્યસભામાં 382.11 કરોડની પુરાંતવાળું બજેટ સર્વાનુમતે રજુ કરાયું

વસાવે રાજેશ દાહોદ 

દાહોદ જિલ્લા પંચાયત ખાતે બજેટ લક્ષી સામાન્યસભામાં 382.11 કરોડની પુરાંતવાળું બજેટ સર્વાનુમતે રજુ કરાયું

દાહોદ તા.28

દાહોદ જિલ્લા પંચાયતના ઠક્કરબાપા સભાખંડમાં યોજાયેલા બજેટ લક્ષી સામાન્ય સભામાં 2023/24 નું સુધારેલ અંદાજ મુજબ 2,056.11 કરોડની સામે 1674 કરોડનું ખર્ચ દર્શાવતું પુરાંતવાળું બજેટ રજુ કરવામાં આવ્યું હતું સાથે સાથે મનરેગા શાખાનું 2023/24 નું વિવિધ લક્ષી બજેટ સર્વાનુમતે પસાર કરવામાં આવ્યું હતું

 

2022 /23 નું નાણાકીય વર્ષ પૂર્ણ થતું હોય નગરપાલિકા તેમજ જિલ્લા પંચાયત દ્વારા બજેટ લક્ષી સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આજરોજ દાહોદની જિલ્લા પંચાયત ખાતે આવેલા ઠક્કરબાપા સભાખંડમાં જિલ્લા પંચાયત પ્રમુખ શીતલબેન વાઘેલાની અધ્યક્ષતામાં બજેટ લક્ષી સામાન્ય સભા યોજાઈ હતી જેમાં ઝાલોદના ધારાસભ્ય મહેશભાઈ ભુરીયા દાહોદ જિલ્લા વિકાસ અધિકારી નેહા કુમારી તેમજ જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સભ્યો તથા કર્મચારીગણ ઉપસ્થિત રહ્યા હતા જેમાં જિલ્લા પંચાયતનો સુધારેલો અંદાજો 2022/23 તથા 2023/24 ના અંદાજ બાબતે વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી જિલ્લા પંચાયત પ્રમુખ શીતલબેન વાઘેલાની અધ્યક્ષતામાં તેમના કાર્યકાળનું ત્રીજું બજેટ રજૂ કરવામાં આવયુ હતું જેમાં સુધારેલો અંદાજો 2023/24 મુજબ 1896.30 કરોડની સામે 1572.58 કરોડના ખર્ચ અંદાજવામાં આવ્યો હતો તથા 2023/24 ના અંદાજ મુજબ 2056.11 કરોડની સામે 1674 કરોડના ખર્ચ દર્શાવતું પુરાંતવાલુ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું તે પૈકી સૌથી વધુ આ બજેટમાં શિક્ષણ, આરોગ્ય, બાંધકામ, ICDS, ખેતીવાડી, સિંચાઈ, સમાજ કલ્યાણ, અને વિકાસ, તથા પશુપાલન ક્ષેત્રે અંદાજો મૂકવામાં આવ્યો હતો આ વિકાસલક્ષી બજેટ સર્વાનુમતે પસાર કરવામાં આવ્યું હતું તેમજ મનરેગાનો દાહોદ જિલ્લાનું 2023/24 નું લેબર બજેટ જેમાં કુક્ષી આધારિત કામો લાઈન ડિપાર્ટમેન્ટના કામો ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કામો ગણતરીમાં લીધેલા છે જેમાં કુલ મજૂરીનો ખર્ચ 339.55 કરોડ અને માલ સામાન

નો ખર્ચ 187.5 કરોડ મળી 527.41 કરોડના ખર્ચે કુલ 60,519 કામો તથા 1.42 કરોડ ઉત્પન્ન થનાર માનવદિનથી દાહોદ જિલ્લાના વિકાસને વેગ તથા સ્થાનિક કક્ષાએ રોજગારી ઉપલબ્ધ કરાશે તેનાથી સ્થળાંતરનો પ્રશ્નનો મહદઅંશે નિકાલ થશે અત્રે ઉલ્લેખનીય છે કે જિલ્લા પંચાયત પ્રમુખ શીતલબેન વાઘેલાએ પ્રમુખ તરીકે એમના અનુભવના સંસ્મરણ તાજા કર્યા હતા અને ઉપસ્થિત સદસ્યો જોડે નિખાલસતાથી ચર્ચા કરી હતી અને જણાવ્યું હતું કે બે વર્ષનો સમયગાળો એકંદરે સંતોષકારક તેમજ ગ્રામજનોની અપેક્ષાને પૂર્ણ કરવા તે પણ વહીવટી ગૂંચ કરવા તેમજ વહીવટી ગૂંચ આવેલ હોય તો તે પણ ઉકેલવાનો હર સંભવ પ્રયાસ કરવામાં આવ્યો છે સૌના સાથ સૌના સહકારથી આ અશક્ય બન્યું છે અને સામાન્ય સભાની ચર્ચામાં પ્રમુખે જણાવ્યું હતું કે આપણે સૌ એકબીજાને હળતા મળતા ગમતા અને ઉપયોગી થઈ છેવાડાના માનવી સુધી સરકારની યોજનાનો લાભ પહોંચાડતો કરીએ અને જિલ્લાના વિકાસને વેગ આપીએ એવી શુભકામનાઓ પાઠવી અન્ય જોડે ચર્ચાઓ સાથે આ બજેટલક્ષી સામાન્ય સભા પૂર્ણ જાહેર કરવામાં આવી હતી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!