
રાહુલ ગારી :- ગરબાડા
ગરબાડા તાલુકાના નઢેલાવ પી.એચ.સી.ખાતે પેશન્ટ પ્રોવાઇડર મિટિંગ યોજાઈ
ગરબાડા તા.26
તા.૨૫-૦૩-૨૦૨૩ શનિવાર ના રોજપી.એચ.સી.નઢેલાવ ખાતે પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત ૨૦૨૫ અભિયાન અંતર્ગત પેશન્ટ પ્રોવાઇડર મીટીંગ તથા ટીબી ના દર્દીઓ ને પોષણ સહાય કીટ નુ વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નઢેલાવ-૧ તાલુકા સભ્ય શ્રી વહોનીયા સંદીપકુમાર સરદારભાઇ દ્રારા પીએચસી વિસ્તારના કુલ-૨૦ ટીબી ના દર્દીઓ ને દત્તક લઇ પોષણ આહાર કીટ નું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પીએચસી ના મેડીકલ ઓફીસર Dr પાર્થ ભાભોર, એસ.ટી.એસ, એસ.ટી.એલ.એસ, એમ પી એચ એસ, એમપીએચડબલ્યુ, એફએચડબ્લ્યુ, તથા પીએચસી સ્ટાફ ઉપસ્થીત રહ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમ જિલ્લા ક્ષય અધિકારી શ્રી Dr R.D. PAHADIYAસાહેબ તથા તાલુકા હેલ્થ ઓફિસર Dr.A.R.DABHI ના માર્ગદર્શન મા કરવામાં આવ્યો હતો, આમ માનનીય પ્રધાનમંત્રી શ્રી ના ટીબી મુક્ત ભારત અભિયાન સફલ બનાવવા માટે દરેક વ્યક્તિ જોડાય તેવુ આહવાન કરવામાં આવ્યું હતું. જેમાં આવો સૌ સાથે મળીને ટીબીને હરાવીએ.”ટીબી હારેગા દેશ જીતેગા”.