દેવગઢબારિયા તાલુકાના સાગટાળા નજીક પરીક્ષા આપી પગપાળા જતી વિધાર્થીનીઓને અજાણ્યા વાહન ચાલકે અડફેટમાં લીધી: બે સગી બહેનો સહીત ચાર વિદ્યાર્થીનીઓ ઇજાગ્રસ્ત
અકસ્માત સર્જાતા ગ્રામજનો ઘટના સ્થળે દોડી આવ્યા: અકસ્માત બાદ વાહન ચાલક ફરાર…
દેવગઢ બારીયા તા.26
દેવગઢ બારીયા તાલુકાના ડભવા ગામે એસ.એસ.સી પરીક્ષા આપવા આવેલી ગામની ચાર વિદ્યાર્થીનીઓ પરીક્ષા આપી પરત ઘરે સાગટાળા જતા અકસ્માત નડ્યો હતો. જેમાં પાછળથી આવેલ એક ફોર વ્હીલર ગાડીના ચાલકે ચાર વિદ્યાર્થીનીઓને અડફટેમાં લેતા ચારેય વિદ્યાર્થીનીઓને ગંભીર ઈજા અસ્માત થતા પરીવારજનો સહિત પોલીસ ઘટના સ્થળે વાહન ચાલક અકસ્માત સર્જી ફરાર પોલીસે તપાસ હાથ ધરી છે.
દેવગઢ બારીઆ તાલુકા ના ડભવા ગામે સર્વોદય વિદ્યામંદિર શાળા સાગટાળામાં હાલમાં એસએસસીની પરીક્ષા ચાલતી હોય અને આ પરીક્ષામાં આસપાસના વિસ્તારના અનેક વિધાર્થીઓ એસએસસીની પરીક્ષા આપવા આવતા હોઈ જે પરીક્ષા ને લઈ આજે સાગટાળા ગામની બે બહેનો હંસા નરવતભાઈ નાયક, દક્ષા નરવતભાઈ નાયક તેમજ ફળિયાની સેજલ રમેશભાઈ નાયક ઉ વર્ષ ૧૬ ધર્મિષ્ઠા મહેશભાઇ નાયક ઉ વર્ષ ૧૬ એમ ચાર વિદ્યાર્થીનીઓ પરીક્ષા આપવા માટે સવારે ડભવા સર્વોદય વિદ્યામંદિર શાળામાં આવી હતી અને બપોર ના પેપર પુરુ થતા દોઢ વાગ્યાંના અરસામાં આ ચાર વિધાર્થીનીઓ સાથે પોતાના ઘરે જવા નિકળેલ તે વખતે શાળા થી થોડે દુર જતા પાછળથી એક અજાણ્યા વાહનચાલકે પોતાનુ વાહન ગફલત રીતે હંકારી લાવી આ રસ્તાની બાજુમાં ચાલતી ચારે વિદ્યાર્થીનીઓને એક પછી એક એમ અડફટેમાં લેતા ચારે વિદ્યાર્થીનીઓ રોડની સાઇડમા ફંગોળાઈ ગઈ હતી.જે વખતે નજીકમાં ચાલતા અન્ય ગ્રામજનો તેમજ અન્ય વિદ્યાર્થીઓ આ અસ્માત જોતા દોડી આવ્યા હતા. અને જોતા આ ચારે વિદ્યાર્થીનીઓને ઈજા થતાં તેમના પરિવાર જનો ને જાણ કાં તેઓ પણ દોડી આવ્યા હતા તેમજ આ બનાવની જાણ સ્થાનિક પોલીસને કરતા પોલીસ પણ દોડી આવી હતી અને આ ઇજાગ્રસ્ત ચારેય વિદ્યાર્થીનીઓને ૧૦૮ એમ્બ્યુલન્સમાં દેવગઢ બારીયાની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થ ખસેડવામાં આવી હતી. બીજી તરફ આ ચારેય વિદ્યાર્થીઓને અકસ્માત સર્જી અજાણ્યો વાહન ચાલક પોતાનું વાહન લઈને નાસી છૂટ્યો હતો ત્યારે ધર્મિષ્ઠા નાયકને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતા તેને ખાનગી હોસ્પિટલમાં વધુ સારવાર અર્થે ખસેડવામાં આવી હતી જ્યારે અન્ય ત્રણ ને પણ વધુ સારવાર અર્થે બહાર ખસેડવામાં આવે તેમ દેખાય આવ્યું હતું ત્યારે પોલીસે ડભવા ગામમાં અકસ્માત સર્જી નાસી છૂટેલા ચાલકને ઝડપી પાડવા માટે સીસીટીવી તપાસી સ્થાનિક લોકોની પૂછપરછ હાથ ધરી વધુ તપાસ હાથ ધરી છે.