દાહોદમાં ચાંદલા વિધિમાંથી પરત આવતા મોટરસાયકલ ચાલક સ્ટેશન રોડ પર વીજપોલ સાથે અથડાયો: એકનું મોત,બે ઈજાગ્રસ્ત
દાહોદ તા.23
ગરબાડા તાલુકાના અભલોડ ગામેથી ચાંદલા વિધિ પતાવીને બાઈક ઉપર જઈ રહેલા યુવકને સ્ટેશન રોડ ઉપર ઝોકું આવતા મોટરસાઇકલ ડીવાઇડરના ઇલેક્ટ્રિકના થાંબલા સાથે અથડાતા યુવકનું ઘટના સ્થળે મોત નીપજ્યું અને પાછળ બેઠેલા બે લોકોને ઈજાઓ પહોંચતા એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.
paid pramotion
|| ચાલો ચાલો ક્રિકેટ ટ્રેનિંગ 2023માં ||
આપના બાળકને ઉનાળા વેકેશન દરમિયાન ક્રિકેટની ટ્રેનીંગ માટે મોકલો.. પહેલી એપ્રિલથી contact ajay pal 7046568161
દાહોદ તાલુકાના છાપરી ગામના રાકેશભાઈ ફતિયાભાઈ પરમાર અને તેમના ગામના બે મિત્રો શૈલેષભાઇ ગલુભાઈ માવી અને કિસનભાઈ પ્રતાપભાઈ પરમાર મોટરસાઇકલ GJ 20 BC 2587 નંબરની FZ યામાહા કંપનીની મોટરસાઇકલ લઈને તેમના પાડોસી ભલ્લુ ભાઈ માવિની દીકરીના લગ્નમાં ચાંદલા વિધીમાં તારીખ 22-3-2023 ણા રોજ રાત્રીના નવ વાગ્યાના સમયે અભલોડ મુકામે ગયા હતા અને રાત્રીના સમયે અભલોડ ગામેથી ચાંદલા વીધીનો પ્રસંગ પતાવી દાહોદ થઈને છાપરી પોતાના ઘરે જવા નીકળ્યા હતા ત્યારે દાહોદ શહેરની આર એલ પંડ્યા હાઈસ્કૂલની સામે સ્ટેશન રોડ ઉપર જતા રાકેશભાઈ પરમારને ઝોકુ આવી જતા તેમની મોટરસાયકલ ડિવાઇડરના ઇલેક્ટ્રીક લાઇટના થાંભલા સાથે અથડાઈ ગઈ હતી ત્યારે મોટરસાયકલ ઉપરનો કાબુ ગુમાવતા શરીરે ગંભીર પ્રકારની ઇજાઓ તથા તેનું ઘટના સ્થળે મોત નીપજવા પામ્યું હતું ત્યારે મોટરસાયકલની પાછળ બેઠેલા શૈલેષભાઈ તથા કિશનભાઇ નાઓને શરીરે સામાન્ય ઇજાઓ પહોંચી હતી અને મોટરસાયકલ ચલાવનાર રાકેશભાઈ પરમારનું ગંભીર ઇજાઓના કારણે મોત નીપજતા ડેડબોડીને પીએમ અર્થે ઝાયડસ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી ત્યારે ઉપરોક્ત ઘટના સંદર્ભે મરણ જનાર રાકેશભાઈ પરમારના ભાઈ બાબુભાઈ ફતિયાભાઈ પરમારે તારીખ 23-3-2023 ણા રોજ એ ડિવિઝન ટાઉન પોલીસ મથકે અકસ્માત અંગેનો ગુનો નોંધાવતા એ ડિવિઝન ટાઉન પોલીસે અકસ્માત અંગેનો ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી હતી..