
રાજેન્દ્ર શર્મા :- ગ્રુપ એડિટર
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ સ્પેશ્યલ: દાહોદ જિલ્લામાં 108 માં 9 જુદી જુદી લોકેશની EMT મહિલા કર્મચારીઓ માનવ જીવ બચાવવામાં અગ્રેસર ભૂમિકામાં…
108 સેવા કટોકટીના સમયમાં દેવદૂત બની માનવ જીવન સફળતા પૂર્વક બચાવી નાગરિકોને સેવા આપી રહી છે. માતા મૃત્યુદર ઘટાડવામાં સિંહફાળો આપી રહી છે
નિશા ભાભોર :- પાંચવાડા
2008 થી આજ દિન સુધી 24×7 સેવા આપી રહેલી 108 ઈમરજન્સી સેવા મહિલાઓ તેમજ તેમના સગા સંબંધી માટે આશીર્વાદરૂપ નીવડી
31 જેટલી જુદી જુદી લોકેશન ઉપર 9 થી વધારે મહિલા કર્મચારીઓ EMT તરીકે સેવા આપી રહી છે.
દાહોદ તા.08
શુશીલા પટેલ :- દાહોદ -1
આજે આઠમી માર્ચ એટલે વિશ્વ મહિલા દિવસ આજના દિવસે સમગ્ર વિશ્વમાં મહિલાઓને પ્રેરક અને પ્રોત્સાહન મળે તેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. ત્યારે વિશ્વ મહિલા દિવસે મધ્ય ગુજરાતના આદિવાસી બાહુલ્ય ધરાવતા દાહોદ જિલ્લામાં વિવિધ ક્ષેત્રે શાસન ધુરા સંભાળી રહેલી મહિલાઓ
સેવનીયા :- જયાબેન પટેલીયા
પુરુષોને ઝાંખા પાડી રહી છે.ત્યારે ગુજરાતમાં 2008 થી શરૂ થયેલી ઈમરજન્સી 108 સેવામાં EMTતરીકે ફરજ બજાવી રહેલી મહિલા કર્મચારી માનવસેવા કાજે ખડેપગે સેવા આપી કટોકટીના સમયમાં દેવદૂત બની માનવ જીવન સફળતા પૂર્વક
શિલ્પાબેન ડાંગી :- મીરાંખેડી
બચાવી નાગરિકોને સેવા આપી રહી છે. માતા મૃત્યુદર ઘટાડવામાં સિંહફાળો આપી રહી છે. 2008 થી આજ દિન સુધી 24×7 સેવા આપી રહેલી 108 ઈમરજન્સી સેવા મહિલાઓ તેમજ તેમના સગા સંબંધી માટે આશીર્વાદરૂપ નીવડી રહી છે. તો અનેકવાર સેવા દ્વારા એમ્બ્યુલન્સમાં સફળ પ્રસુતિ
મનિષાબેન કટારા ઝાલોદ :-1
કરાવી માતા અને બાળક બંનેનો જીવ બચાવી રહી છે.મધ્ય ગુજરાતના આદિવાસી બાહુલ્ય ધરાવતા દાહોદ જિલ્લામાં 31 જેટલી જુદી જુદી લોકેશન ઉપર 9 થી વધારે મહિલા કર્મચારીઓ EMT તરીકે સેવા આપી રહી છે.જેમાં દાહોદ -1 લોકેશન પર
લલીતાબેન પટેલ :- દેવગઢ બારીયા
શુશીલા પટેલ, ગરબાડાના પાંચવાડામાં નિશા ભભોર, સેવનિયામાં જયાબેન પટેલીયા, દેવગઢ બારિયામાં લલીતાબેન પટેલિયા, મુવાડા ચોકડી પર રીનાબેન કટારા, ઝાલોદ -1 પર મનીષાબેન
રીનાબેન કટારા :- મુવાડા ચોકડી
કટારા,પીપલોદમાં સુરેખાબેન ભૂરીયા, મીરાખેડીમાં શિલ્પાબેન ડાંગી, તેમાં સુખસરમાં લીલાબેન તાવીયાડ EMT મહિલા કર્મચારીઓ પ્રથમ કોલ પર
સુરેખાબેન ભુરીયા :- પીપલોદ
જ અંતરિયાળ વિસ્તારોમાં ગણતરીમાં પહોંચી માનવ જીવનની સેવા કાજે ખડેપગે સેવા આપી ઉત્કૃષ્ટ કામગીરીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહી છે.