
શબ્બીરભાઈ સુનેલવાલા :- ફતેપુરા
ફતેપુરા નગરમાં હોળી ચકલા વિસ્તારમાં હોલિકા દહન કરવામાં આવ્યું
ધાર્મિક પૂજા પાઠ વિધિ કરી હોળી સળગાવવામાં આવી
ફતેપુરા તા.06
ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા નગરમાં હોળી ચકલા વિસ્તારમાં ધાર્મિક પુજા પાઠ કરી હોળી સળગાવવામાં આવી હતી હોળી સળગાવતા પહેલા સાંજના સમયે નગરની બહેનો દ્વારા હોળીની ચારે બાજુ ફરીને પૂજા પાઠ કરવામાં આવ્યા હતા ત્યારબાદ રાત્રિના શુભ મુહૂર્ત હોળીની પૂજા પાઠ કરીને હોળી સળગાવવામાં આવી હતી જિંદગીમાં પહેલી વાર જોવામાં આવ્યો હશે કે એક બાજુ હોળી સળગતી હોય અને બીજી બાજુ વરસાદ વરસતો હોય નગરના નાના મોટા ભાઈઓ બહેનો અને બાળકો ખૂબ જ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. તેમજ હોળીની ચારે બાજુ ફરીને પૂજા પાઠ કરવામાં આવ્યા હતા આમ ફતેપુરા નગરમાં હોળી પર્વને ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો