મહેન્દ્ર ચારેલ :- સંજેલી
ન્યુ પાર્થ એકલવ્ય તાલીમ વર્ગ સંજેલીમાં એકલવ્યના ફોર્મનું વિતરણ કરવામાં આવ્યું.
ધોરણ ૫માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને એકલવ્ય મોડેલ રેસીડેન્સી પરીક્ષા ફોર્મનું વિતરણ કરવામાં આવ્યું.
સંજેલી તા.26
સંજેલી તાલુકામાં આવેલ જય અંબે એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત ન્યુ પાર્થ એકલવ્ય તાલીમ વર્ગ છેલ્લા ૧૭ વર્ષથી કાર્યરત છે.જેમાં ધોરણ ૫ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને એકલવ્ય મોડેલ રેસીડેન્સીયલ સ્કૂલ પ્રવેશ પરીક્ષાની તૈયારી કરવામાં આવે છે.
જય અંબે એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખશ્રી અને ન્યુ પાર્થ એકલવ્ય તાલીમ વર્ગ સંજેલી ના સંચાલક શ્રી દિલીપકુમાર એચ. મકવાણા દ્વારા આજરોજ સંજેલી તાલુકાના આજુબાજુના પ્રાથમિક શાળામાં ધોરણ ૫માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને એકલવ્ય મોડેલ રેસીડેન્સી પરીક્ષા ફોર્મનું વિતરણ કરવામાં આવ્યું હતું અને જણાવવામાં આવ્યું હતું કે આદિજાતિના વિદ્યાર્થીઓ વધુમાં વધુ આ ફોર્મ ભરે અને આ સ્પર્ધાત્મક પરીક્ષા આપે અને સારા મેરીટ સાથે ઉતીર્ણ થાય અને એકલવ્ય તેમજ ટેલેન્ટ પુલ સ્કૂલમાં પ્રવેશ મેળવે એવી આશા વ્યક્ત કરી હતી. સંગાડા અશ્વિનભાઈ સી સંગાડા દ્વારા એવું જણાવવામાં આવ્યું હતું કે કોઈ અનાથ બાળક હોય તેમને રૂબરૂ મળીને ફોર્મ ભરી આપીશું અને વિનામૂલ્યે જરૂરી મટીરીયલ આપવામાં આવશે.. રાજુભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે વધારેમાં વધારે બાળકો એકલવ્યની પરીક્ષા આપે એવી આશા વ્યક્ત કરી હતી. આ એકલવ્ય ફોર્મ વિતરણમાં જય અંબે એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખશ્રી અને ન્યુ પાર્થ એકલવ્ય તાલીમ વર્ગ સંજેલી ના સંચાલક શ્રી દિલીપકુમાર મકવાણાએ ન્યુ પાર્થ એજ્યુકેશન ગૃપ સંજેલી ના સભ્યો નો આભાર વ્યક્ત કર્યો હતો અને વધુમાં વધુ વિદ્યાર્થીઓ આ ફોર્મ ભરે એવા પ્રયત્નો કરવા જોઈએ એવું જણાવ્યું હતું.