
રાહુલ ગારી :- ગરબાડા
ગરબાડા રામનાથ તળાવના કિનારે નિરંકારી ભક્તો દ્વારા ગામના સરપંચ સાથે સ્વચ્છતા અભિયાન હાથ ધર્યું
ગરબાડા તા.26
સંત નિરંકારી મિશન શરૂઆત કરી રહ્યું છે ‘અમૃત પરિયોજના દાહોદ, સંત નિરંકારી મિશન દ્વારા આઝાદીના ૭૫માં ‘અમૃત મહોત્સવ’ ના અવસર પર સદ્દગુરુ માતા સુદીક્ષાજી મહારાજ તથા નિરંકારી રાજપિતાજી ના પાવન સાન્નિધ્યમાં ૨૬ ફેબ્રુઆરી રવિવાર ના રોજ ‘અમૃત પરિયોજના’ અંતર્ગત ‘સ્વચ્છ જળ-સ્વચ્છ મન’ નો શુભારંભ કરવામાં આવતું તથા ગરબાડા રામનાથ તળાવ ના કિનારે સ્વચ્છતા અભિયાન માં ગરબાડા ગામના સરપંચ અશોક રાઠોડ તેમજ ગામ લોકો સાથે નિરંકારી સેવાદલ ના મહાત્માઓ સાથે સ્વચ્છતા અભિયાન માં જોડાયા આ અમૃત પરિયોજના નો મુખ્ય ઉદ્દેશ્ય ‘જળ સંરક્ષણ’ તથા તેના બચાવ માટે અલગ-અલગ યોજનાઓ બનાવવી તથા તે યોજનાઓને અમલી રૂપ આપવા ની સાથે જ મુખ્ય બિંદુ જળસ્નીત્રોત ની સ્વચ્છતા તથા સ્થાનીય જનતા માટે ‘જાગરૂકતા અભિયાન’ ના માધ્યમથી તેઓને પ્રોત્સાહિત કરવાનો છે બાબા હરદેવસિંહ જી મહારાજ દ્વારા સમાજ કલ્યાણ માટે આજીવન અનેક કર્યો કરવામાં આવ્યા જેમાં સ્વચ્છતા અભિયાન તથા વૃક્ષારોપણ અભિયાન નો આરંભ મોખરે છે. બાબા હરદેવસિંહ જી મહારાજની શિક્ષાઓ થી પ્રેરણા લઇ દરેક વર્ષ ની જેમ જ આ વર્ષે પણ નિરંકારી મિશન દ્વારા નિરંકારી સદ્દગુરુ માતા સુદીક્ષા જી મહારાજના નિર્દેશાનુસાર ‘અમૃત પરિયોજના’ નું આયોજન કરવામાં આવ્યું સંત નિરંકારી મિશન ના સચિવ શ્રી જોગીન્દર સુખીજા જી ના હવાલા થી વિસ્તૃત જાણકારી આપતા જણાવ્યું કે અમૃત પરિયોજના સંપૂર્ણ ભારતવર્ષ ના લગભગ ૧૦૦૦ સ્થળો પર ૭૩૦ શહેરો, ૨૭ રાજ્યો અને કેન્દ્રશાષિત પ્રદેશોમાં વિશાળ રૂપમાં આયોજિત કરવામાં આવશે, જેમાં નિરંકારી મિશન ના લગભગ દોઢ લાખ સ્વયંસેવકો તેમના સહયોગ દ્વારા ‘જળ સંરક્ષણ’ અને ‘જળ સંસ્થાઓ’ જેમ કેમ સમુદ્ર કિનારાઓ, નદીઓ , તળાવો, ઝીલ, કુવા, પોખર, જોહ્ન, ભિન્ન ઝરણાઓ, પાણી ની ટાંકીઓ, નાલીઓ અને જળ ધારાઓ વગેરે ને સ્વચ્છ અને નિર્મળ કર્યો હતો.