Monday, 14/07/2025
Dark Mode

દાહોદ એસપી ને મળવાના બહાને આવેલી મહિલા તોફાને ચડી:મહિલા પોલીસ કર્મી પર ઘડિયાળનો કાચ તોડી હુમલો કર્યોં..

February 24, 2023
        3407
દાહોદ એસપી ને મળવાના બહાને આવેલી મહિલા તોફાને ચડી:મહિલા પોલીસ કર્મી પર ઘડિયાળનો કાચ તોડી હુમલો કર્યોં..

દાહોદ એસપી ને મળવાના બહાને આવેલી મહિલા તોફાને ચડી:મહિલા પોલીસ કર્મી પર ઘડિયાળનો કાચ તોડી હુમલો કર્યોં..

પોલીસે મહિલાની અટકાયત કરી ફરજમાં રુકાવટ માટે ગુનો નોંધ્યો..

દાહોદ તા.24

દાહોદમાં એસ.પીને મળવાના બહાને દાહોદ એસપી કચેરી ખાતેની પી.એ ઓફીસમાં એક મહિલા આવી ચઢી હતી.તેણે ફરજ પરની મહિલા કોન્સટેબલને ગંદી ગાળો બોલી જાનથી મારી નાંખવાની ધમકીઓ આપી હુમલો કરી ઈજા પહોંચાડી હતી.મહિલાએ સરકારી ફરજમા અવરોધ ઉભો કરતા પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે. જેમાં મહિલા પોલિસ કોન્સ્ટેબલ વૈશાલીબેન અશ્વિનભાઈ બારીયા ગઈ કાલે સવારના સાડા દશ વાગ્યાના સુમારે દાહોદ જિલ્લા પોલીસ વડાની કચેરીએ પી.એ.ની. ઓફીસમાં પોતાની ફરજ પર હાજર હતા. તે વખતે રાજકોટના તૃપ્તીબેન દેવમુરારી ઓફીસમાં આવી હતી અને મારે એસ.પી.સાહેબને મળવું છે તેમ જણાવ્યુ હતુ.

તું અહીં કેમ બેસે છે કહી મહિલા કોન્સ્ટેબલને ધમકાવી

તું કેમ મળવા દેતી નથી અને બધી જગ્યાએ પી.એ. માં પુરૂષ હોય છે. તું કેમ અહીંયા બેસે છે તેમ કહી બિભત્સ ગાળો બોલી વૈશાલીબેનને જાનથી મારી નાંખવાની ધાકધમકીઓ આપી ઓફીસમાં જાેરજાેરથી બુમો પાડતી હોવાથી વૈશાલીબેને તેને શાંતિથી બેસવા માટે જણાવ્યું હતું. પરંતુ તે માની ન હતી અને પોલીસ વૈશાલીબેનની કાયદેસરની સરકારી ફરજમાં અવરોધ ઉભો કર્યો હતો.

 એસપી કચેરીમાં ઘડિયાળ અને તસવીર તૂટતાં નુકસાન 

તૃપ્તિએ ઉશ્કેરાઈ જઈ દિવાલેથી દિવાલ ઘડિયાળ તથા બાવકા મંદીરનો ફોટો કાઢીને વૈશાલીબેનને મારવા જતાં વૈશાલીબેને સાઈડમાં ખસી જતાં ઘડિયાળ અને ફોટો જમીન પર પડતાં ફુટી જતાં રૂપિયા 800નું નુકશાન થવા પામ્યું હતુ. ઓફીસમાં ફાઈલો તથા કાગળો વેરવિખેર કરી નાંખી નીચે પડેલો કાચનો ટુકડો લઈ વૈશાલીબેનને મારવા જતાં વૈશાલીએ સ્વબચાવ માટે હાથ ઉચો કરતા તેને જમણા હાથના કાંડા થી પંજા સુધી દશેક વખત મારી દઈ હાથ લોહીલુહાણ કરી ઈજા પહોંચાડી હતી. છાતી તથા પેટના ભાગે મુક્કા મારી ઈજાઓ પહોંચાડી ઓફીસમાં ભારે તોફાન મચાવી તમાશો કર્યો હતો.

આ સંબંધે ઈજાગ્રસ્ત વૈશાલીબેને દાહોદ ટાઉન પોલિસ સ્ટેશને ફરિયાદ નોંધાવતા પોલિસે આ મામલે રાજકોટની તૃપ્તીબેન દેવમુરારી વિરૂધ્ધ ઈપિકો કલમ 324, 332, 186, 504 506(2) તથા પબ્લીક પ્રોપટી ડેમેજ એકટ કલમ 3 મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!