
બાબુ સોલંકી :- સુખસર
ગુજરાત રાજ્ય કર્મચારી સંકલન સમિતિ તથા રાજ્ય કર્મચારી મહામંડળ દ્વારા રાજ્ય સરકારના કર્મચારી/ પેન્શનરોને મોંઘવારી ભથ્થામાં વધારો કરવા મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત
કેન્દ્ર સરકારના કર્મચારીઓ/ પેન્શનરોને મળતા ચાર ટકા વધારા પ્રમાણે ભથ્થુ ચૂકવવા માંગ કરવામાં આવી.
સુખસર,તા.23
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને ઉદ્દેશી ગુજરાત રાજ્ય કર્મચારી સંકલન સમિતિ તથા ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ દ્વારા રજૂઆત કરી જણાવવામાં આવ્યું છે કે,કેન્દ્ર સરકારના ધોરણે રાજ્ય સરકારના અધિકારી/કર્મચારીઓને પગાર પંચ તેમજ અન્ય લાભો લાગુ પાડવાના રાજ્ય સરકારે સૈદ્ધાંતિક સ્વીકાર કરેલ છે.ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા સંદર્ભિત હુકમથી જુલાઈ-2022 ની અસરથી મોંઘવારી ભથ્થાના દરમાં ચાર ટકાનો વધારો કરી 34% થી 38% જાહેર કરેલ છે.તે મુજબ અસહ્ય મોંઘવારીને ધ્યાને લઈ જુલાઈ-2022 થી રાજ્ય સરકારના અધિકારી/કર્મચારીઓને આપવામાં આવતા મોંઘવારી ભથ્થાના દરમાં 4 ટકા વધારો કરવા અંગેના હુકમો બહાર પાડવા ગુજરાત સરકારના કર્મચારીઓ વતી ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળની તથા ગુજરાત રાજ્ય કર્મચારી સંકલન સમિતિ દ્વારા રજૂઆત કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.