કોરોના ઇફેક્ટ….સંતરામપુર નગરમાં વહીવટીતંત્ર દ્વારા કોરોના વાયરસને લઈને તાકીદે પગલા લેવાયા

Editor Dahod Live
2 Min Read

ઇલ્યાસ શેખ @ સંતરામપુર

સંતરામપુર તા.21

સંતરામપુર નગરમાં સરકારી તંત્ર કોરોના વાયરસને લઈને તાકીદે પગલા લેવાયા વિશ્વ પર અને ભારત દેશમાં કોરા વાયરસના કારણે સરકાર દ્વારા જાહેર કરેલ જનતા કરફયૂ ગુજરાતમાં કોરોનો વાયરસ પોઝિટિવ રિપોર્ટ આવતા જ સરકાર અને સરકારીતંત્ર સતત કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.ગુજરાતભરમાં ૧૪૪ ધારા મુજબ લાગુ કરવામાં આવી છે. અને જિલ્લાના આદેશ મુજબ સંતરામપુરમાં આજરોજ મામલતદાર નગરપાલિકા ચીફ ઓફિસર આરોગ્ય તંત્રની  સતત નિગરાનીમાં એલર્ટ કરવામાં આવ્યું હતું.અને દરેક જગ્યાએ કોરોના વાયરસ વિશે જાગૃતતાના માર્ગદર્શન પુરુ પાડવામાં આવ્યું હતું. સંતરામપુર નગરમાં સરકારી તંત્ર દ્વારા આથી જ ધંધા-રોજગાર બંધ રાખવાની સુચના આપવામાં આવી હતી.તમામ સરકારી તંત્ર મામલતદાર કે જે વાઘેલા નગરપાલિકાના ચીફ ઓફિસર દિલીપ સી હઠીલા અને પોલીસ સ્ટાફ સાથે અને જોડે સાથે સંતરામપુર ના ધારાસભ્ય કુબેર ડીડોર સાથે મળી ને કોરોના વાયરસ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા.અને શું કરવું જોઇએ તે બાબતે પણ જાણકારી અને સંતરામપુર ના નગરજનોને અપીલ કરવામાં આવી હતી ૧ થી ૪ ભેગા થવું નહીં વારંવાર સાબુથી હાથ જોવો વારંવાર ખાંસી આવે છે કે આવી તો હેલ્પ લાઇન પર જાણ કરવી આ બધી જાણકારી આપવામાં આવી હતી દિવસભર દરેક વિસ્તારમાં માંડવી ચાર રસ્તા પ્રતાપપુરા ગોધરા ભાગોળ તમામ ધંધા-રોજગાર બંધ કરવામાં આવ્યા હતા ઠંડા પીણા ચા નાસ્તા ની હોટલો પાનની દુકાનો બંધ કરવાની સૂચના આપવામાં આવી હતી.જીવનજરૂરી ચીજવસ્તુઓ છોડીને તમામ દુકાનો બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો હતો સંતરામપુર નગરમાં તમામ નગર બીજાનો તરફથી પુરેપુરો સહકાર મળ્યો હતો.

Share This Article