રાહુલ ગારી :- ગરબાડા
ધાનપુર તાલુકાના મંડોરમાં હાથી પગાના રોગમાં સાવચેતીના ભાગરૂપે રાતના સમયે 300 લોકોના લોહીના નમૂના લેવાયા
ધાનપુર તાલુકાના મંડોર પ્રાથમિક સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લોહીના નમુના લેવાયા..
ધાનપુર તા.01
પ્રા.આ.કેન્દ્ર મંડોર દ્વારા હાથીપગો રોગ સામે સાવચેતીના ભાગરૂપે જિલ્લા આરોગ્યતંત્ર દ્વારા નાઈટ બ્લડ સર્વેલન્સની કામગીરી કરવામાં આવી. કારણકે, હાથીપગો રોગના જીવાણુઓ રાત્રિના સમયે જ લોહીમાં પરિભ્રમણ કરતા હોવાથી આરોગ્યતંત્ર દ્વારા રાત્રે 08 થી 12ના સમયગાળામાં લોહીના નમૂના લેવામાં આવ્યા છે. ડો. નિતલ પટેલ મેડિકલ ઓફિસર મડોરના જણાવ્યા અનુસાર, હાથીપગો (ફાઈલેરિયા) એ લિમ્ફેટીક ફાઈલેરિયાસિસ કૃમિથી થતો રોગ છે.
જે સામાન્ય રીતે ગંદા પાણીમાં થતા માદા ક્યુલેકસ ચેપી મચ્છરો દ્વારા ફેલાય છે. આ રોગમાં ચેપ લાગ્યાના શરૂવાતમાં કોઈ લક્ષણો દેખાતા નથી, પરંતુ 6 થી 8 વર્ષ બાદ હાથ-પગ સુજી જવા, લસિકા ગ્રંથિઓ ફુલી જવી અથવા હાઇડ્રોસિલ જેવા લક્ષણો જોવા મળે છે.જે શરીરના કોઈ પણ અંગને અસર કરે છે. આ રોગના જીવાણુઓ રાત્રિના સમયે જ લોહીમાં પરિભ્રમણ કરતા હોવાથી આરોગ્યતંત્ર દ્વારા રાત્રે 08 થી 12ના સમયગાળામાં લોહીના નમૂના લેવામાં આવ્યા છે. લોહીના પરીક્ષણમાં જો કોઈ વ્યક્તિમાં રોગના જીવાણુઓ દેખાય તો તાત્કાલિક સારવાર આપી ચેપ ફેલાતો અટકાવી શકાય છે. જેને ધ્યાનમાં લઈ 30 જાન્યુઆરીના રોજ મેડિકલ ઓફિસરના માર્ગદર્શન હેઠળ પ્રા.આ.કેન્દ્ર મડોરના આરોગ્ય સ્ટાફની 06 ટીમ બનાવીને મંડોર ગામના વિવિધ ફળિયામાં સર્વેલન્સની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં 300 લોહીના નમૂના લેવામાં આવ્યા છે. મેડિકલ ઓફિસરએ વધુમાં જણાવ્યું હતું કે, આ રોગને ફેલાવો કરતા ક્યુલેક્સ મચ્છરો ગંદા પાણીમાં જ પેદા થતાં હોવાથી જાહેર જનતાને તેમની આસપાસના વિસ્તારમાં ગંદુ પાણી જમા ન થવા દેતા, તેમજ મચ્છર કરડે નહીં તે માટે મચ્છરદાનીનો ઉપયોગ કરવો