
મહેન્દ્ર ચારેલ :- સંજેલી
સંજેલી તાલુકાના ઝરોર ગામના ખેડૂત પાસે વ્યાજ પર આપેલી રકમની પઠાણી ઉઘરાણી કરી ધમકાવતા વ્યાજ ખોર સામે ફરીયાદ નોધાતા અન્ય વ્યાજખોરોમાં ફફડાટ..
સંજેલી કાપડ અને સોના ચાંદીના વ્યાજખોર વેપારી સામે ખેડૂતે ફરિયાદ નોંધાવી.
બે લાખ રૂપિયાની સામે ત્રણ લાખ રૂપિયા ચૂકવ્યા છતાં પણ ચેક બાઉન્સ કરાવી દસ લાખ ની માંગણી.
સંજેલી તા.01
સંજેલી કાપડ અને સોના ચાંદીના વેપારીએ ખેડૂત પાસેથી ₹2,00,000 ની મૂડીમાં ત્રણ લાખ ની વસુલાત મેળવી છતાં પણ 9,79,000 રૂપિયાની ઉઘરાણી કરી અને ₹4,25,000 ઉપરાંત નો ચેક બાઉન્સ કરાવી કેસ કરી અને માનસિક શારીરિક ત્રાસ આપી મારી નાખવાની ધમકી આપતા વ્યાજખોર વેપારી સામે ઝરોર ગામના ખેડૂતે ફરિયાદ નોંધાવતા વ્યાજ ખોરોમાં ફેલાઈ જવા પામ્યો હતો.
સંજેલી ગ્રામીણ બેંક સામે કાપડ સોના ચાંદી ના વેપારી વસંતકુમાર પ્રકાશચંદ્ર જૈન પાસેથી ઝરોર ગામના ખેડૂત પુત્ર રામસિંગભાઈ મતાભાઈ ડીડોરે વર્ષ 2018 માં નવીન મકાન ની બાંધકામ દરમિયાન નાળા ની ભીડ ઉપડતા ખેડૂતે વહુના કંદોરા નઃ 5 સાંકળી 2 સોનાનું લોકેટ 1 સહિત ના સોના ચાંદીના ઘરેણા પર માસિક ત્રણ ટકા વ્યાજે દોઠ લાખની રકમ તેમજ રોકડા 50 હજાર રૂપિયા ની પાંચ ટકા મળી કુલ બે લાખ રૂપિયા વ્યાજે મેળવ્યા હતા જેના સામે વર્ષ 2019 માં 1.5 લાખ રૂપિયા ના ચેક તેમજ રોકડ મળી ત્રણ લાખ રૂપિયા ચૂકવી દીધા છતાં પણ વ્યાજખોર વેપારી દ્વારા ગીરવે મૂકેલી સોના ચાંદી નાની રકમ અને ગ્રામીણ બેંક નો લીધેલ ચેક ની વાર વાર માગણી છતાં પણ આપતો ન હતો જે તારીખ 14 7 2022 ના રોજ 4,25,573 રૂપિયાનો ચેક બાઉન્સ કરાવી અને કોર્ટ મારફત નોટિસ ફટકારવામાં આવી હતી ખેડૂતે વેપારીનો કોન્ટેક કર્યો હતો જે દરમિયાન વ્યાજ ખોર વેપારી દ્વારા લીધેલી રકમના 9,79,000/ રૂપિયાની રકમ બાકી કાઢી અને અવાર નવાર સંજેલી તાલુકાના ઝરોર ગામના ખેડૂત પુત્ર રામસિંગભાઈ મતાભાઈ ડીંડોર ને માનસિક શારીરિક ત્રાસ આપી માર મારવા ની ધમકી આપતા વ્યાજ ખોર વેપારી સામે ફરીયાદ નોધાતા અન્ય વ્યાજખોરોમાં વપરાટ ફેલાઈ જવા પામ્યો.